ભુજ: પાણીના ટાંકામાંથી એકસાથે ત્રણ લાશ મળી આવતાં ચકચાર

08 August, 2019 08:33 AM IST  |  ભુજ

ભુજ: પાણીના ટાંકામાંથી એકસાથે ત્રણ લાશ મળી આવતાં ચકચાર

પ્રતીકાત્મક તસવીર

કચ્છના કુકમા ભુજ પાસેના કુકમામાં નગરપાલિકા પાણીના ટાંકામાંથી મંગળવારે બપોરે એક વાગ્યાના અરસામાં ૧૭ વર્ષની ક્રિષ્ના બડગાનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યાર બાદ ૨૧ વર્ષની મોટી બહેન પ્રીતિ સાથે પેથા સંજોટ નામના યુવકની લાશ મળી આવી હતી. નગરપાલિકાના પાણીના પમ્પમાંથી એકસાથે ત્રણ-ત્રણ જણની લાશ મળી આવતાં ચકચાર મચી જવા પામી હતી.

આ ઘટનાની જેવી માહિતી મળી કે પોલીસે ઘટનાસ્થળે પહોંચીને ઝીણવટભરી તપાસ શરૂ કરી છે. સમગ્ર ઘટના પાછળ પરિવાજનો તેમ જ દલિત અધિકાર મંચ નગરપાલિકાને જવાબદાર ઠેરવી રહ્યા છે. નગરપાલિકાનો પમ્પ ખુલ્લો હોવાથી બાળકોનાં મોત થયાં હોવાનો આક્ષેપ કર્યો છે.

આ પણ વાંચો : સીએમ રૂપાણી સહિત ગુજરાતવાસીઓએ સુષ્મા સ્વરાજને શ્રદ્ધાંજલિ આપી

નગરપાલિકા બેદરકારી કારણે ત્રણ લોકોનાં મોત થયાં છે. હાલ બે યુવતી અને એક યુવકનાં મોત લઈને અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે. અકસ્માતે ત્રણ લોકોનાં મોત થયાં છે કે આપઘાત એ વિશે પોલીસે તપાસ હાથ ધરી છે. બે યુવતી અને યુવકનાં મોતની ઘટનામાં નગરપાલિકા સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી દલિત અધિકાર મંચ દ્વારા માગ કરવામાં આવી છે. હાલ બે યુવતી અને યુવકના મૃતદેહ પીએમ માટે મોકલી આપી સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે. ત્રણે મોતને લઈને આપઘાત છે કે અકસ્માતે મોત થયું એ પોલીસ તપાસ બાદ જાણી શકાશે.

bhuj kutch gujarat