વડોદરા : MS Uni.નું મતદાન સેન્ટર પોલીટેકનીક કોલેજના થયું નિરીક્ષણ

12 April, 2019 02:04 PM IST  |  વડોદરા

વડોદરા : MS Uni.નું મતદાન સેન્ટર પોલીટેકનીક કોલેજના થયું નિરીક્ષણ

MS Uni.માં મતદાન સેન્ટરમાં થયું નિરીક્ષણ

લોકસભા ચુંટણી 2019ના પહેલા તબક્કાનું મતદાન થઇ ગયું છે. ત્યારે ગુજરાતમાં 23 એપ્રિલના રોજ મતદાન થશે. જેને પગલે રાજ્યમાં જે જગ્યાએ મતદાન થવાનું છે તે જગ્યાએ સઘન ચેકિંગની શરૂઆત થઇ ગઇ છે. જેના ભાગ રૂપે શુક્રવારે વડોદરામાં એમ.એસ. યુનિવર્સિટીમાં બારીકાઇથી નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

પોલીસ કમિશ્નર અને જીલ્લા ચુંટણી અધિકારીની આગેવાનીમાં મતદાર બુથનું નિરીક્ષણ કરાયું
લોકસભા ચુંટણી 2019ને ધ્યાને લઇને વડોદરામાં જે સ્થળે મતદાન થવાનું છે તે
M.S. યુનિવર્સિટીની પોલિટેકનીક કોલેજમાં શેહરની પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલૌત અને જીલ્લા ચુંટણી અધિકારી શાલિની અગ્રવાલ સહીતના અધિકારીઓએ મતદાનની જગ્યાએ સુરક્ષા વ્યવસ્થા સહીતની મહત્વની જરૂરીયાતોનું બારીકાઇથી નિરીક્ષણ કર્યું હતું. ગુજરાતમાં મતગણના તારીખ ૨૩મી મેના રોજ થવાની હોવાથી લગભગ એક મહિના સુધી મતદાન સામગ્રી સઘન અને અતિ ચૂસ્ત સુરક્ષા વ્યવસ્થા વચ્ચે અને CCTV કેમેરાની વોચ રહેશે. નિરીક્ષણ દરમ્યાન પોલીસ કમિશ્નર અને જીલ્લા ચુંટણી અધિકારીની સાથે ચૂંટણી પંચે નિમેલા મહા નિરીક્ષકો નવીન રાજ સિંહઅને શર્મિષ્ઠા મૈત્રા, પોલીસ મહા નિરીક્ષક પ્રદીપ દેશપાંડેએ સમગ્ર પોલીટેકનીક કોલેજનું સૂચિત સુરક્ષા વ્યવસ્થા અને મતગણના વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને ખૂબ જ બારીકાઇથી નિરીક્ષણ કર્યું હતુ.

MS યુનિવર્સિટીની પોલીટેકનીક કોલેજ શહેરમાં મહત્વનું સ્થાન ગણાય છે
વડોદરા MS યુનિવર્સીટીની પૉલીટેકનીક કોલેજ ખાતે ચૂંટણીઓ વિધાનસભાની હોય કે લોકસભાની, ચૂંટણીતંત્ર માટે એક અગત્યનું ડેસ્ટીનેશન બની જાય છે. આ સ્થળ મતદાન બાદ EVMનો સ્ટ્રોન્ગ રૂમ, મતગણતરીના દિવસે વડોદરા બેઠકનું મતગણના કેન્દ્ર અને તે અગાઉ સયાજીગંજ વિધાનસભા વિસ્તારના રીસીવીંગ-ડિસ્પેચીંગ સેન્ટર જેવી ત્રેવડી કામગીરી માટે ઉપયોગમાં લેવાય છે. ત્યારે લોકસભા ચૂંટણીઓ માટે આગામી તારીખ ૨૩મી એપ્રિલના રોજ મતદાન પૂરું થયા બાદ વડોદરા બેઠકમાં સમાવિષ્ઠ પાંચ શહેરી અને બે ગ્રામીણ, એમ સાત વિધાનસભા બેઠકોના EVM-VVPAT પોલીટેકનીક કોલેજ ખાતે લાવવામાં આવે છે.

vadodara Election 2019