રાજ્યમાં રણોત્સવને કારણે પાંચ વર્ષમાં 14 ટકા પ્રવાસીઓ વધ્યા

17 July, 2019 08:27 AM IST  |  ગાંધીનગર

રાજ્યમાં રણોત્સવને કારણે પાંચ વર્ષમાં 14 ટકા પ્રવાસીઓ વધ્યા

રણોત્સવ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત ટૂરિઝમનો વેગવંતો કરીને ચોમેર ગુજરાતની ખ્યાતિ પ્રસરાવી હતી, જેના બાદ ગુજરાતમાં પ્રવાસીઓનો ધસારો વધ્યો હતો. ત્યારે હાલ વિધાનસભા સત્ર દરમિયાન ગુજરાતમાં પ્રવાસીઓની છેલ્લાં પાંચ વર્ષમાં ૧૪ ટકાની વૃદ્ધિ નોંધાઈ હોવાનો દાવો પ્રવાસન મંત્રી જવાહર ચાવડાએ ગૃહમાં કર્યો છે.

મંત્રી જવાહર ચાવડાએ જણાવ્યું કે પ્રવાસન વિકાસને વેગવંતો બનાવવા માટે ૧૯-૨૦માં ૪૦૧ કરોડની જોગવાઈ અને નવી બાબતો હેઠળ ૭૧ કરોડ મળી કુલ ૪૭૨ કરોડની જોગવાઈ કરી છે. પ્રવાસન વિભાગ દ્વારા રણોત્સવ છેલ્લાં પાંચ વર્ષમાં ૧૨ લાખ લોકોએ મુલાકાત લીધી અને ૨.૩૦ લાખ લોકોએ રાત્રિરોકાણ કર્યું છે.

આ પણ વાંચો : ગુજરાત: ડાંગમાં વઘઈ–સાપુતારા–આહવા માર્ગ પર સેલ્ફી પર પ્રતિબંધ મુકાયો

રણોત્સવમાં છેલ્લા એક વર્ષમાં એક લાખ પ્રવાસીઓએ રાત્રિરોકાણ કર્યું અને જેના કારણે ૧૫ લાખ માનવદિન રોજગારી ઊભી થઈ હોવાનો દાવો પણ સરકારે કર્યો છે. પ્રવાસન મંત્રી જવાહર ચાવડાએ દાવો કર્યો કે રણોત્સવને કારણે ૮૧ કરોડની આવક થઈ છે.

rann of kutch gandhinagar gujarat