ગાંધીનગર : ઉમેદવારોની પસંદગી માટે BJPની બેઠક CMના બંગલે મળતાં થયો વિવાદ

19 March, 2019 08:56 AM IST  |  ગાંધીનગર

ગાંધીનગર : ઉમેદવારોની પસંદગી માટે BJPની બેઠક CMના બંગલે મળતાં થયો વિવાદ

કૉંગ્રેસ

ગુજરાતની ૨૬ બેઠકો માટે BJPના ઉમેદવારોની પસંદગી માટે BJPના પ્રદેશ કાર્યાલય ખાતે નહીં પરંતુ ગાંધીનગરમાં મુખ્ય પ્રધાનના બંગલે ગુજરાત BJPની બેઠક મળતાં વિવાદ સર્જાયો છે. કૉંગ્રેસે આ મુદ્દાને લઈને આચારસંહિતાના ભંગની ફરિયાદ કરતાં ચૂંટણીપંચે તપાસનો આદેશ આપ્યો છે.

ગુજરાત કૉંગ્રેસના પ્રવક્તા ડૉ. મનીષ દોશી અને ગાંધીનગરના અગ્રણી નિશિત વ્યાસે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મુખ્ય પ્રધાનના નોટિફાઇડ સરકારી બંગલા પર BJPના ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા આદર્શ આચારસંહિતાનું સીધું ઉલ્લંઘન હોવાથી કૉંગ્રેસ દ્વારા ભારતીય ચૂંટણીપંચને ફરિયાદ કરવામાં આવી છે.’

આ પણ વાંચો : ગાંધીનગર: શંકરસિંહ વાઘેલાના ઘરે ચૌકીદાર ચોર હૈ

ડૉ. મનીષ દોશીએ આક્ષેપ કરતાં કહ્યું હતું કે ‘BJP સરકારમાં BJPનું મુખ્ય કાર્યાલય કમલમ મુખ્ય પ્રધાન માટે સુરક્ષિત અને સલામત નથી તો પછી ગુજરાતના ૬ કરોડ નાગરિકોની સુરક્ષા–સલામતીનું શું? સલામતીની બૂમો પાડનાર અને સલામત ગુજરાતના નામે મત માગનાર BJPના શાસનમાં સામાન્ય નાગરિકોની સુરક્ષા ચિંતાનો વિષય છે. આખા દેશમાં ચોકીદારના નામે ટ્વિટર હૅન્ડલમાં ઉલ્લેખ કરનાર BJP સરકારમાં રાફેલના દસ્તાવેજની જેમ જ શું મુખ્ય પ્રધાન પણ સુરક્ષિત નથી?’

congress Gujarat Congress Gujarat BJP bharatiya janata party Vijay Rupani gujarat gandhinagar Lok Sabha