ટ્રમ્પ માટે સાબરમતી આશ્રમમાં વલસાડથી ગ્રીન કાર્પેટ મંગાવાઈ

20 February, 2020 07:04 PM IST  |  Mumbai Desk

ટ્રમ્પ માટે સાબરમતી આશ્રમમાં વલસાડથી ગ્રીન કાર્પેટ મંગાવાઈ

અમદાવાદમાં સાબરમતી આશ્રમમાં ગાંધીજીની પ્રતિમા પાસે કાર્પેટ લૉન પાથરવામાં આવી રહી છે.

કોઈ દેશના મહાનુભાવો અન્ય દેશમાં જતા હોય ત્યારે યજમાન દેશમાં સામાન્ય રીતે રેડ કાર્પેટ પાથરીને તેમનું સ્વાગત થયું હોય છે, પરંતુ અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ અમદાવાદના વિશ્વપ્રસિદ્ધ સાબરમતી ગાંધી આશ્રમમાં આવી રહ્યા છે ત્યારે તેમના માટે આશ્રમમાં વલસાડની સ્પેશ્યલ ‘ગ્રીન’ કાર્પેટ લૉન પાથરવામાં આવી છે. ડોનલ્ડ ટ્રમ્પ આશ્રમની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે તેમના માટે ગાંધીજીની પ્રતિમા પાસે સ્પેશ્યલ કાર્પેટ લૉનની સીટ પાથરવામાં આવી રહી છે. પ્રતિમાની આજુબાજુમાં ચાર હજાર સ્ક્વેર ફીટ એરિયામાં બે હજાર શીટ કાર્પેટ લૉન પાથરવામાં આવી રહી છે. આ કાર્પેટ લૉન વલસાડથી મંગાવી છે. કાર્પેટ લૉન ઘાસમાંથી બને છે અને એ પીસમાં હોય છે. સાબરમતી આશ્રમના ડિરેક્ટર અતુલ પંડ્યાએ ‘મિડ ડે’ને કહ્યું હતું કે ‘આ કાર્પેટનો ખર્ચ આશ્રમ નથી કરી રહ્યો.’

donald trump Sabarmati Riverfront gujarat