પ્રવાસીઓ માટે ખુશખબર, સ્ટૅચ્યુ ઑફ યુનિટી ખાતે ફેરી બોટ શરૂ કરવામાં આવશે

28 February, 2020 12:18 PM IST  |  Mumbai Desk

પ્રવાસીઓ માટે ખુશખબર, સ્ટૅચ્યુ ઑફ યુનિટી ખાતે ફેરી બોટ શરૂ કરવામાં આવશે

જો તમે ‘સ્ટૅચ્યુ ઑફ યુનિટી’ની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે આ સારા સમાચાર છે. માહિતી મુજબ ‘સ્ટૅચ્યુ ઑફ યુનિટી’ના પ્રવાસન માટે વધુ ૩૮૭ કરોડની બજેટમાં ફળવણી થતાં હવે સરકાર મારફત પ્રવાસીઓ માટે અનેક સુવિધા શરૂ કરવામાં આવશે જેમાં થોડા જ દિવસોમાં એક અનોખી સેવા સ્ટૅચ્યુ ઑફ લિબર્ટી જેવી શરૂ કરવામાં આવશે.

મળતી માહતી મુજબ સ્ટૅચ્યુ ઑફ યુનિટી જોવા માટે દિન-પ્રતિદિન પ્રવાસીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે સ્ટૅચ્યુ ઑફ યુનિટી વિસ્તારમાં ૧૭ જેટલાં અલગ-અલગ સ્થળો સ્ટૅચ્યુ ઑફ યુનિટી વિસ્તારમાં પ્રવાસીઓને ફરવા માટે બનાવવામાં આવ્યાં છે. ત્યારે આ વર્ષના ગુજરાત સરકારના બજેટમાં ૩૮૭ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે જેને લઈને સ્ટૅચ્યુ ઑફ યુનિટીના પ્રવાસન ઉદ્યોગને વધુ વેગવાન બનાવવામાં આવશે જે હેઠળ જલદી પ્રવાસીઓ માટે સ્ટૅચ્યુ ઑફ લિબર્ટી જેવી ફેરી બોટ સેવા સ્ટૅચ્યુ ઑફ યુનિટી ખાતે પણ શરૂ કરવામાં આવશે.

હાલમાં જંગલ સફારીથી લઈને અનેક આકર્ષણો છે ત્યારે આગામી દિવસોમાં સ્ટૅચ્યુ ઑફ યુનિટી વિસ્તારમાં પ્રવાસીઓ માટે શહેરી બસ સર્વિસ પણ શરૂ કરવામાં આવશે અને આ ફેરી બોટ સેવા સ્ટૅચ્યુ ઑફ લિબર્ટી જેવી હશે. એ માટે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામ ચાલી રહ્યું છે. તેમ જ આગામી સમયમાં અન્ય અનેક અને અનોખી સુવિધાઓ પ્રવાસીઓ માટે શરૂ કરવામાં આવશે.

statue of unity gujarat