ચૂંટણી 2019: ભાજપે ચૂંટણીને ગણાવી સત્ય-અસત્ય વચ્ચેનો સંઘર્ષ

23 March, 2019 02:07 PM IST  | 

ચૂંટણી 2019: ભાજપે ચૂંટણીને ગણાવી સત્ય-અસત્ય વચ્ચેનો સંઘર્ષ

નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી

લોકસભાની ચૂંટણી માટે પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. પોતાના ઉમેદવારોને જીતાડવા માટે ભાજપ-કોંગ્રેસે કમર કસી લીધી છે. હરીફ પક્ષથી પોતાના પક્ષને વધુ સારા અને સાચા સાબિત કરવા માટે ભાજપ-કોંગ્રેસ વચ્ચે આક્ષેપ પ્રતિઆક્ષેપ થઈ રહ્યા છે.

ભાજપે ગુજરાતમાં પોતાનો પ્રચાર શરૂ કરી દીધો છે. ગુજરાતમાં ભાજપે લોકસભાની ચૂંટણીને સત્ય અને અસત્ય વચ્ચેનો સંઘર્ષ ગણાવ્યો છે. ગુજરાતમાં મતદારોને આકર્ષવા ભાજપ ઘર ઘર સંપર્ક અભિયાન ચલાવી રહી છે. આ સંપર્ક અભિયાનમાં ભાજપ કોંગ્રેસ સાથેની સરખામણી દર્શાવીને પ્રચાર કરી રહ્યું છે. ભાજપના રાષ્ટ્રવાદ સામે કોંગ્રેસના પરિવાર વાદને મુદ્દો બનાવીને પ્રચાર કરાઈ રહ્યો છે.

ભાજપે જાહેર કરેલા ચોપાનિયામાં કોંગ્રેસને પરિવાર ભક્ત ગણાવાયું છે, તો ભાજપને રાષ્ટ્રભક્ત ગણાવાયું છે. કોંગ્રેસને જાતિવાદ અને પ્રાંતવાદ કરતી ગણાવાઈ છે, તો ભાજપને રાષ્ટ્રવાદી ગણાવાયું છે. કોંગ્રેસ તકવાદી, સ્વહિત સ્વાર્થી હોવાનો આરોપ કરાયો છે, તો સામે ભાજપ પાસે નરેન્દ્ર મોદી જેવું મજબૂત અને સમર્પિત નેતૃત્વ હોવાનો દાવો કરાયો છે.

લોકસભાની ચૂંટણી પહેલા ભાજપ કોંગ્રેસ સાથે સરખામણી કરીને પોતાનો પક્ષ મજબૂત કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે.

Gujarat BJP Gujarat Congress Election 2019