બાપે કર્યું પાપ: 6 વર્ષની દીકરી પર ત્રણ વાર દુષ્કર્મ કર્યું

15 November, 2019 09:14 AM IST  |  Navsari | Ronak Jani

બાપે કર્યું પાપ: 6 વર્ષની દીકરી પર ત્રણ વાર દુષ્કર્મ કર્યું

પ્રતીકાત્મક તસવીર

ધરતી પર માતા-પિતા તેમનાં સંતાનો માટે ભગવાન સ્વરૂપ છે. એમાં પણ પિતા અને પુત્રી વચ્ચેના પ્રેમની લોકો મિસાલ આપતા હોય છે, પરંતુ નવસારીના વાંસદા તાલુકામાં એક કળિયુગી પિતાએ પોતાની જ ૬ વર્ષની સગી દીકરીને પીંખી કાઢ્યાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવતાં ચકચાર મચી જવા પામી છે.  દારૂના નશાની આદત ધરાવાતા પિતાએ જ પોતાની ફૂલ જેવી કોમળ ૬ વર્ષની બાળકીને હવસનો શિકાર બનાવી હતી. પોતાની સગી દીકરી પર નરાધમ પિતાએ એક વાર નહીં પણ ત્રણ-ત્રણ વાર દુષ્કર્મ કર્યું. પોતાના ઘરમાં જ માસૂમ બાળાની સાથે દુષ્કૃત્ય કર્યા બાદ આ નરાધમ માસૂમ દીકરી ઘરમાં કે બહાર કોઈને વાત ન કરે એના માટે  મારવાની ધમકી આપી ડરાવતો ધમકાવતો હતો. પિતાએ જ દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદને ગંભીરતાથી લઈ વાંસદા પોલીસે આરોપી પિતાને કલાકોમાં પકડી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.

navsari gujarat Crime News