અમદાવાદ : મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ મેટ્રો શરૂ થાય તે પહેલા જ થઈ ચોરી

12 February, 2019 04:12 PM IST  | 

અમદાવાદ : મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ મેટ્રો શરૂ થાય તે પહેલા જ થઈ ચોરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ મેટ્રો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ મેટ્રોની પ્લેટ ચોરી થવાની કિસ્સો સામે આવ્યો છે. ચોરીનો કિસ્સો સામે આવતા મેટ્રોની સુરક્ષા સામે સવાલ ઉઠ્યા છે. આશરે 15 દિવસ પછી મેટ્રો ટ્રેનનું ઉદ્ધાટન થવાની સંભાવના છે ત્યારે આ ચોરીથી ઘણા પ્રશ્નો ઉભા થયા છે. ચોરીના કારણે તંત્રની કામગીરી પર પણ સવાલ ઉઠ્યા છે. મેટ્રો રેલવે સ્ટેશનમાંથી પાવર સપ્લાય માટે ઉપયોગમાં લેવાય છે એવી 6-6 કિલોની બે તાંબાની પ્લેટોની ચોરી થઈ છે.

 

આ પણ વાંચો: ગુજરાતમાં વાઘ હોવાના મળ્યા પુરાવા, વધામણાં કરશે સરકારઃ વન મંત્રી

 

ચોરીના ઘણા કિસ્સા સાંભળ્યા હશે ત્યારે જે ટ્રેનમાં લોકો મુસાફરી કરે છે તે જ ટ્રેનના પાર્ટ્સની ચોરી થઈ છે. જે પ્રોજેક્ટની અમદાવાદીઓ સતત રાહ જોઈ રહ્યા છે એટલું જ નહી વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પોજેક્ટ માનવામાં આવી રહ્યો છે ત્યારે તેમા તંત્ર દ્વારા કામમાં બાંધછોડ સામે ઘણા પ્રશ્નો ઉઠી રહ્યા છે. પાવર સપ્લાય માટે ઉપયોગમાં લેવાય છે એવી 6-6 કિલોની બે તાંબાની પ્લેટો મેટ્રો રેલ સ્ટેશનમાંથી ચોરી થઈ છે. આ એક પ્લેટની કિંમત 12,000 રુપિયા માનવામાં આવી રહ્યાં છે.