સમાજના લોકોએ કર્યો અલ્પેશ ઠાકોરનો વિરોધ, પાલનપુર ચિંતન શિબિરમાં હોબાળો

17 February, 2019 05:25 PM IST  |  પાલનપુર

સમાજના લોકોએ કર્યો અલ્પેશ ઠાકોરનો વિરોધ, પાલનપુર ચિંતન શિબિરમાં હોબાળો

સમાજના જ લોકોએ કર્યો અલ્પેશ ઠાકોરનો વિરોધ

છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરને લઇને ઘણી ચર્ચાઓ થઇ રહી છે. લોકસભા ચૂંટણી પહેલા અલ્પેશ ઠાકોરની ભાજપમાં જોડાવાની ચર્ચાએ વેગ પકડ્યું હતું. તો હાલમાં જ કોંગ્રસેની એક બેઠકમાં પણ અલ્પેશ ઠાકોરની ગેરહાજરી લોકોને આંખે ઉડીને વળગી હતી. ત્યારે ફરી અલ્પેશ ઠાકોરનું નામ ચર્ચાના કેન્દ્રમાં છે.

સમાજના લોકોએ જ અલ્પેશ ઠાકોરનો વિરોધ કર્યો

કોંગ્રેસના રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરનો હાલ તેના જ સમાજના લોકો વિરોધ કરી રહ્યા છે. પાલનપુરમાં ઠાકોર સમાજની ચિંતન શિબિરમાં ધારાસભ્ય અલ્પેશ ઠાકોરનો વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં ઠાકોર સમાજ અને ઠાકોર સેના સામસામે આવી હતી અને હોબાળો થયો હતો.

આ પણ વાંચો: અમદાવાદઃદિલ્હી દરવાજામાં થઈ જૂથ અથડામણ, પોલીસની કારમાં તોડફોડ

શું કારણથી થયો હતો વિરોધ

પાલનપુરમાં ઠાકોર સમાજની ચિંતન શિબિરમાં કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરનો તેના સમાજ દ્રારા જ વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. વાત એવી હતી કે લોકસભાની ચુંટણીમાં અલ્પેશ ઠાકોરને ઉભા રાખવાની તેના જ સમર્થકોની માંગ થઇ હતી. જેનો વિરોધ થયો હતો અને બાદમાં આ વિવાદે મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું. આ કેસમાં ઠાકોર સમાજના લોકોનું કહેવું હતું કે બનાસકાંઠા જિલ્લા બહારના લોકો આ શિબિરમાં જોડાઇ શકે નહી. તેમણે આડકતરી રીતે અપ્લેશ ઠાકોરનો વિરોધ કર્યો હતો. ચિંતન શિબિરમાં સ્થાનિક નેતા અને પુર્વ જિલ્લા પંચાયત સભ્યો પોપટજી ઠાકોર સહિતના આગેવાનોએ અપ્લેશ ઠાકોર સામે વિરોધ નોંધાવ્યો હતો. આ સમગ્ર મામલે ઠાકોર સમાજ અને ઠાકોર સેના સામ સામે આવી ગઇ હતી. અલ્પેશ ઠાકોર પર સમાજના લોકોએ આરોપ લગાવ્યો હતો કે તે સમાજના નામે સમાજનો ખોટો ઉપયોગ કરી પોતાને વધુ ફાયદો કરાવી રહ્યો છે. આ પહેલા નક્કી થયું હતું કે ઠાકોર સેનાના કોઇ પણ સભ્યો રાજકારણમાં નહી જોડાય.

Alpesh Thakor gujarat