કચ્છમાં ચીની કબૂતરો દેખાયા ઉડતા, પોલીસ થઈ દોડતી

18 February, 2019 03:28 PM IST  |  કચ્છ, ગુજરાત

કચ્છમાં ચીની કબૂતરો દેખાયા ઉડતા, પોલીસ થઈ દોડતી

ચાઇનીઝ ભાષાના લખાણ સાથે કબૂતરના પગમાં રિંગ બાંધેલી હતી. (તસવીર સૌજન્ય: કચ્છ ખબર)

કચ્છ જીલ્લો તેની અનેક બાબતો માટે પ્રખ્યાત છે. કચ્છમાં શિયાળામાં ફ્લેમિંગો સહિત અનેક વિદેશી પક્ષીઓ આવતા હોય છે. તેવામાં સોમવારે કચ્છ ખાતે એક ચીની કબુતર જોવા મળ્યું હતું. ચીની કબુતરના સમાચાર મળતાંની સાથે જ પોલીસ હરકતમાં આવી હતી અને દોડતી થઇ હતી. તપાસમાં સામે આવ્યું છે કે આ કબૂતરોનો ચીનમાં બર્ડ રેસિંગમાં ઉપયોગ કરવામાં આવે છે. જોકે આ સિવાય બીજું કશું શંકાસ્પદ આ મામલે સામે આવ્યું નથી.

આ પણ વાંચો: સુરત: મિત્રના લગ્નમાં હાજરી આપવા આવેલા અલ્પેશ કથીરિયાની ધરપકડ

ચીની કબૂતરોને લઈને પોલીસનું સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પણ તપાસમાં જોડાયું છે. આ કબૂતરોના બંને પગની રિંગના આંકડાઓ, તેના પર લખેલું ચાઈનીઝ લખાણ વગેરે સંદર્ભે તપાસ કરવામાં આવી રહી છે. આ પ્રજાતિના ચીની કબૂતરો માંડ 20% જેટલા જ બચ્યાં છે. ઉલ્લેખનીય છે કે કચ્છના ભૂજ નજીક શેખપીર ત્રણ રસ્તા પાસે આ ચીની કબૂતર મળ્યું હતું. ચાઇનીઝ ભાષાના લખાણ સાથે તેના પગમાં રિંગ બાંધેલી હતી.

kutch bhuj gujarat