ઉતરાણ પહેલાં ચાઇનીઝ તુક્કલ અને માંજા પર પ્રતિબંધ : CM રૂપાણી

03 January, 2020 10:42 AM IST  |  Gandhinagar

ઉતરાણ પહેલાં ચાઇનીઝ તુક્કલ અને માંજા પર પ્રતિબંધ : CM રૂપાણી

ગુજરાતમાં તાત્કાલિક અસરથી ચાઇનીઝ તુક્કલ અને પ્લાસ્ટિકની દોરીના ખરીદ-વેચાણ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ચાઇનીઝ દોરીના ખરીદ-વેચાણ પણ પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કર્યો છે. ઉત્તરાયણ દરમ્યાન ચાઇનીઝ તુક્કલ, ચાઇનીઝ દોરી અને પ્લાસ્ટિકની દોરીના ઉપયોગ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ઉત્તરાયણ નજીક હોવાથી ચાઇનીઝ દોરીથી થતા અકસ્માતો નિવારી શકાય એ માટે સરકારે આ નિર્ણય કર્યો છે.

સીઆરપીસી કલમ અંતર્ગત સત્તા મળતાં પોલીસ હવે કાયદાકીય કાર્યવાહી કરશે. ચાઇનીઝ દોરી ખરીદતાં કે વેચતાં પકડાશો તો કડક કાર્યવાહી કરવામાં આવશે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની જાહેરાત બાદ પોલીસ આ વર્ષે અલર્ટ બને એવી સંભાવના છે. મુખ્ય પ્રધાને સમગ્ર રાજ્યમાં તાત્કાલિક અસરથી સીઆરપીસી અને ગુજરાત પોલીસ અધિનિયમ અન્વયે કડક કાર્યવાહી કરવાનો આદેશ કર્યો છે.
રાજ્યમાં ઉત્તરાયણના તહેવારો દરમ્યાન ચાઇનીઝ તુક્કલ અને માંજા-દોરીથી અકસ્માતના બનાવો બને છે. માનવ અને પશુ-પક્ષીઓની જાનહાનિ અને ઈજા નિવારવા માટે આ નિણર્ય લેવામાં આવ્યો છે.

Vijay Rupani gujarat gandhinagar