મનીષા ગૌસ્વામી ક્યાં છે એ વિશે છબિલ પટેલને ખબર છે

15 March, 2019 08:01 AM IST  | 

મનીષા ગૌસ્વામી ક્યાં છે એ વિશે છબિલ પટેલને ખબર છે

છબીલ પટેલ

ગુજરાત BJPના કદાવર નેતા અને ભારોભાર વિવાદમાં રહેલા જયંતી ભાનુશાળીની હત્યાના આરોપસર ગુજરાતની તમામ તપાસનીસ એજન્સી જેમને શોધી રહી હતી તે છબિલ પટેલ બુધવારે રાતે અમદાવાદ ઍરપોર્ટ પરથી પકડાયા પછી હવે કેસની તપાસ કરતી મુખ્ય એજન્સી CID (ક્રાઇમ) તેની પાસેથી આ કેસની અન્ય આરોપી મનીષા ગૌસ્વામીની માહિતી પહેલાં કઢાવવા માગે છે. ગુજરાત CID (ક્રાઇમ)ના ઍડિશનલ ડિરેક્ટર જનરલ અજય તોમરે ગઈ કાલે કહ્યું હતું કે ‘છબિલ પટેલ મનીષા ક્યાં છે એ વિશે જાણે છે એ હકીકત છે. હવે અમારું પહેલું ટાર્ગેટ મનીષાને શોધવાનું છે. એ પછી અમે આ કેસમાં બીજા જે કોઈની સંડોવણીની શક્યતા છે તેને શોધવાના છીએ.’

BJPની અન્ય કોઈ વ્યક્તિ આ કેસમાં સંડોવાયેલી છે કે નહીં એ બાબતમાં જવાબ આપતાં CID (ક્રાઇમ)ના એક અધિકારીએ કહ્યું હતું કે ‘કેસ સૉલ્વ થયો છે અને છબિલ પટેલ તથા મનીષા ગૌસ્વામી પાસે મર્ડર માટે પૂરતાં કારણો પણ હતાં એટલે આ શક્યતા નહીંવત્ છે.’

આ પણ વાંચો : ભાનુશાળી હત્યા કેસઃભાજપના આ નેતાને કારણે થઈ છબીલ પટેલની ધરપકડ

છબિલ પટેલના દીકરા સિદ્ધાર્થ પટેલની પોલીસે ગયા વીકમાં અરેસ્ટ કરતાં છબિલ પટેલ પાસે ઇન્ડિયા પરત આવવા સિવાય બીજો કોઈ છૂટકો નહોતો એવું પણ CID (ક્રાઇમ)નું માનવું છે. છબિલ પટેલ ફ્લાઇટમાંથી ઊતર્યા કે તરત જ ઍરપોર્ટ ઑથોરિટીએ પોલીસને જાણ કરતાં CID અને ગુજરાત પોલીસે તેમની અરેસ્ટ કરી હતી.

murder case Crime News gujarat