ભુજ: ક્રીક વિસ્તારમાંથી 20 કરોડનાં વધુ 4 ડ્રગ્સ-પૅકેટ મળી આવ્યાં

02 June, 2019 08:30 AM IST  |  ભુજ | ઉત્સવ વૈદ્ય

ભુજ: ક્રીક વિસ્તારમાંથી 20 કરોડનાં વધુ 4 ડ્રગ્સ-પૅકેટ મળી આવ્યાં

પ્રતીકાત્મક તસવીર

જખૌના દરિયામાં ઝડપાયેલા ૧ હજાર કરોડના ડ્રગ્સ બાદ પણ દરિયામાંથી ડ્રગ્સનો જથ્થો મળવાનો સિલસિલો યથાવત રહેવા પામ્યો હોય તઅમ જખૌ મરીન પોલીસ અને નારાયણ સરોવર પોલીસ દ્વારા સંયુક્ત સર્ચ ઑપરેશન હાથ ધરીને ૫ કિલો ડ્રગ્સનો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો. જ્યારે શુક્રવારે પણ કોસ્ટ પોલીસ દ્વારા વધુ ૪ પૅકેટ ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું હતું.

જખૌ મરીન પોલીસ મથકના પી.આઈ. વૈભવ ખાંટે જણાવ્યું હતું કે ‘પોલીસ દ્વારા ડ્રગ્સકાંડને લઈને સતત પૅટ્રોલિંગ કરીને ઑપરેશન હાથ ધરાયું છે જેમાં શુક્રવારે ક્રીક વિસ્તારમાંથી વધુ ૪ પૅકેટ ડ્રગ્સ મળી આવ્યું છે. સતત ત્રીજા દિવસે પોલીસને ૨૦ કરોડની કિંમતનું ૪ કિલો ડ્રગ્સ મળી આવતાં અત્યાર સુધીમાં કુલ ૧૨ પૅકેટ દરિયાઈ તેમ જ ક્રીક વિસ્તારમાંથી મળી આવ્યાં છે. ટુકડે-ટુકડે મળીને પોલીસને કુલ ૬૦ કરોડનું ડ્રગ્સ છેલ્લા ત્રણ દિવસમાં મળ્યું છે તો હજી પણ એજન્સીઓ દ્વારા તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે.

આ પણ વાંચો : સીએમ રૂપાણીએ 21 ટીપી સ્કીમોને મંજૂરી આપી

ગઈ કાલે વધુ ૨૦ કરોડના ડ્રગ્સનો જથ્થો જખૌ મરીન અને નારાયણ સરોવર પોલીસે કબજે કર્યો છે. ક્રીક વિસ્તારમાં આવેલા અલગ-અલગ નાળાંઓમાંથી ડ્રગ્સનો જથ્થો મળી રહ્યો છે. આ અંગે પશ્ચિમ કચ્છ પોલીસ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક બી.એમ. દેસાઈએ જણાવ્યું હતું કે ‘કોસ્ટ ગાર્ડ દ્વારા દરિયામાંથી જે ૧ હજાર કરોડનું ડ્રગ્સ મળી આવ્યું હતું એમાંથી આરોપીઓએ ડ્રગ્સનાં અનેક પૅકેટ દરિયામાં ફેંકી દીધાં હતાં.

bhuj gujarat