સ્ટૅચ્યુ ઑફ યુનિટીની સૌથી નાની પ્રતિમા બની

06 February, 2020 08:11 PM IST  |  Mumbai Desk

સ્ટૅચ્યુ ઑફ યુનિટીની સૌથી નાની પ્રતિમા બની

વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટૅચ્યુ ઑફ યુનિટીની સૌથી નાની પ્રતિમા સુરતમાં બનાવવામાં આવી છે. ૩ડી ટેક્નિકથી બનાવવામાં આવેલી આ ૧૩ એમએમની પ્રતિમાને વર્લ્ડ રેકૉર્ડ ઑફ ઇન્ડિયામાં સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે ગિનેસ બુક ઑફ રેકૉર્ડમાં મોકલવાની તૈયાર કરવામાં આવી રહી છે.

સુરતની થ્રીડી ઍનિમેશન બનાવતી કંપનીને સ્ટૅચ્યુ ઑફ યુનિટીની સ્થાપના કરવામાં આવી ત્યારે વિચાર આવ્યો હતો કે સુરતમાં સ્ટૅચ્યુ ઑફ યુનિટીની સૌથી નાની પ્રતિમા બનાવવી છે. ત્યાર બાદ ૩ડી ટેક્નિકથી કામ કરવાનું ચાલુ કર્યું હતું. રેસિન મટીરિયલથી ૧૩ એમએમની વિશ્વની સૌથી નાની સ્ટૅચ્યુ ઑફ યુનિટી બનાવવામાં આવી છે જેનું વજન એક ગ્રામ જેટલું પણ નથી. આ નાની પ્રતિમા માત્ર ૩૦ મિનિટમાં તૈયાર કરવામાં આવી છે.

અલ્ટ્રાવાયલેટ લેસરની મદદથી એની ઉપર ઝીણવટપૂર્વક ધ્યાન મૂકવામાં આવ્યું હતું. થ્રીડી કલ્ચર માટે લેયર બાય લેયર આ પ્રતિમા તૈયાર કરવામાં આવી હતી જેથી આ સ્ટૅચ્યુ ઑફ યુનિટીની આબેહૂબ નકલ બની શકે. આ પ્રતિમા એટલી નાની છે કે સામાન્ય આંખોથી જોવામાં પણ મુશ્કેલી થાય છે. જોકે ૩ડી ઇફેક્ટ હોવાના કારણે આબેહૂબ સ્ટૅચ્યુ ઑફ યુનિટી જેવી લાગે છે.

gujarat surat statue of unity