બિટકૉઇન કેસથી ચર્ચામાં આવેલી નિશા ગોંડલિયા પર હુમલો

22 September, 2019 09:37 AM IST  |  જામનગર

બિટકૉઇન કેસથી ચર્ચામાં આવેલી નિશા ગોંડલિયા પર હુમલો

પ્રતીકાત્મક તસવીર

જામનગર : (જી.એન.એસ.) ગુજરાતમાં ચકચારી બિટકૉઇન મામલે જામનગરમાં ચર્ચામાં આવેલી નિશા ગોંડલિયાએ કુખ્યાત જયેશ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ત્યાર બાદ તેના પર હુમલો થતાં શહેરભરમાં ચકચાર મચી ગઈ હતી. પોલીસે આ વિશે જાણ થતાં સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી છે.

આ ઘટનામાં ગુરુવારે નિશાની તબિયત બગડતાં તે જામનગર શહેરના વાલકેશ્વરી વિસ્તારમાં સારવાર લેવા જતી હતી એ દરમિયાન એક હેલ્મેટ પહેરેલા બાઇકચાલકે તેનો પીછો કર્યો હતો અને જ્યારે નિશા સારવાર લઈ પોતાની કારમાં ઘરે પાછી જવા નીકળી ત્યારે બાઇકચાલકે તેની કારના કાચ પાસે બાઇક ઊભી રાખી અને રિવૉલ્વર કાઢીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
નિશા ગોંડલિયાએ જણાવ્યા મુજબ બાઇક પર આવેલો અજાણ્યો શખસ ધમકી આપતો હતો ત્યારે હૉસ્પિટલનો સ્ટાફ અને અન્ય લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા. આ દરમ્યાન પાછળથી આવતી એક કારને જોઈને બાઇકચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો એને કારણે ફરિયાદી નિશા ગોંડલિયાનો જીવ બચી ગયો હતો. આ ઘટના બાદ નિશા ગોંડલિયાએ ૧૦૦ નંબર પર પોલીસને જાણ કરી હતી. પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અજાણી વ્યક્તિ વિરુદ્ધ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધીને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

jamnagar gujarat