ગુજરાતના એશિયાઈ સિંહોની ડણક હવે કર્ણાટક અને આંધ્ર પ્રદેશમાં પણ સંભળાશે

01 June, 2019 12:53 PM IST  |  ગાંધીનગર

ગુજરાતના એશિયાઈ સિંહોની ડણક હવે કર્ણાટક અને આંધ્ર પ્રદેશમાં પણ સંભળાશે

(તસવીર સૌજન્યઃપ્રણવ નાયક, વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફર)

એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ અંતર્ગત હવે ગુજરાતથી કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં એશિયાટિક લાયન મોકલવામાં આવશે. જેના બદલામાં ગુજરાતને હિપોપોટેમ, રીંછ અને વ્હાઈટ બેંગોલ ટાઈગર જેવા જાનવરો મળશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિવિધ રાજ્યોના પશુ અને પક્ષીઓથી લોકોને અવગત કરાવવા માટે શરૂ કરવામાં આવેલા એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ અંતર્ગત કર્ણાટકના મૈસુરમાં બે સિંહોની જોડી અને આંધ્ર પ્રદેશના તિરૂપિતમાં સિંહ અને સિંહણની એક જોડી આપવા પર સહમતિ આપી છે.

આ રાજ્યોમાં ગુજરાતને હિપ્પોપોટેમસ, રીંછ, બંગાળનો સફેદ વાઘ, બ્લેક શ્વારન, ડોમિસાઈલ ક્રેન, રૉજી પેલિકર, સ્પૂનબિલ, ચિંકારા વગેરે મળશે.

આ પણ વાંચોઃ પાણીનો શિકાર: ગીર સેન્ચુરીમાં 14 સાવજો એકસાથે પાણી માટે સરકારી ટાંકીએ પહોંચ્યા

મુંબઈમાં પણ જોવા મળશે એશિયાટિક લાયન
ગુજરાતની શાન સમા ગીરના વિશ્વપ્રસિદ્ધ એશિયાટીક સિંહો જોવા મુંબઈકર ગુજરાત નહીં આવે તો ચાલશે, કેમકે મુંબઈવાસીઓને ઘરઆંગણે જ બે સિંહ અને બે સિંહણ જોવાનો રોમાંચક લહાવો મળશે. એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ ગુજરાત, મહારાષ્ટ્રને બે સિંહોની જોડી આપશે, જેના પગલે હવે મુંબઈમાં ગુજરાતના ડાલા મથ્થાની ડણક સાંભળવા મળશે.

પંજાબને પણ મળશે લાભ
ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ગઇકાલે એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ મહારાષ્ટ્રના મુંબઈને સિંહની બે જોડી તેમ જ પંજાબને સિંહની એક જોડી આપવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી. આ મંજૂરીના પગલે અગામી દિવસોમાં જૂનાગઢના શક્કરબાગ ઝૂમાંથી મુંબઈમાં આવેલા વીર માતા જીજાબાઇ ભોંસલે ઉદ્યાનને બે નર અને બે માદાં સિંહ આપવામાં આવશે. સામે પક્ષે મુંબઈના ઉદ્યાનમાંથી શક્કરબાગ ઝૂને ઝીબ્રાની બે જોડી, કોકટેઇલ ગ્રેની બે જોડી, કોકટેઇલ વ્હાઇટની એક જોડી, નાઇટ એરોનની ચાર જોડી તથા એક માદાં હોર્નબિલ જેવાં વન્યપ્રાણીઓ આપશે.

રાજકોટના જિયોલૉજિકલ પાર્કમાંથી પંજાબના છતબીર ખાતે આવેલા એમ. સી. જિયોલૉજિકલ પાર્કને સિંહની એક જોડી આપવામાં આવશે. તેની સામે પંજાબના આ જિયોલાૅજીકલ પાર્ક તરફથી રાજકોટના જિયોલૉજીકલ પાર્કને એક હિમાલયન રીંછ, જંગલ કેટની એક જોડી, હમદ્રયાસ બબુન એક જોડી, રોઝ રિંગ પેરાકીટ ત્રણ જોડી, કોમ્બ ડક બે જોડી, ઝીબ્રા ફ્રિન્ચ, એલેઝાન્ડ્રીન પેરાકીટની બે જોડી અને પેઇન્ટેડ સ્ટ્રોક જેવાં વન્ય પ્રાણીઓ આપશે.