પાલી હિલના રહેવાસીઓ શાકભાજી ઉગાડવા છાણિયા ખાતરનો ઉપયોગ કરે છે

20 August, 2019 01:16 PM IST  |  મુંબઈ | અરિતા સરકાર

પાલી હિલના રહેવાસીઓ શાકભાજી ઉગાડવા છાણિયા ખાતરનો ઉપયોગ કરે છે

પાલી હિલના રહેવાસીઓ શાકભાજી ઉગાડવા છાણિયા ખાતરનો ઉપયોગ કરે છે

ઘનકચરાનું ફક્ત પ્રોસેસિંગ કરવાની ક્રિયાથી એક કદમ આગળ વધીને પાલી હિલ રેસિડેન્ટ્સ અસોસિએશનના સભ્યોએ હવે તેમના ભીના કચરાનું કમ્પોસ્ટિંગ કરીને તૈયાર કરેલા ખાતરનો ઉપયોગ કરીને શાકભાજી ઉગાડવાનું શરૂ કર્યું છે. શહેરના પોશ બાંદરા વિસ્તારના રહેવાસીઓ હવે ઘણાં પ્રકારનાં શાકભાજી ઉગાડી રહ્યાં છે અને તેઓ તમામ ઊપજનું આગામી સપ્તાહે વૃદ્ધાશ્રમમાં દાન કરશે.

ગત વર્ષે સોસાયટીએ બૃહનમુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશનની મદદથી વેસ્ટ-ટુ-એનર્જી (કચરામાંથી ઊર્જા) પ્લાન્ટ ઇન્સ્ટોલ કર્યો હતો જે એક ટન કચરો પ્રોસેસ કરે છે અને પ્લાન્ટ દર સપ્તાહે ૩૦૦ કિલો ખાતર ઉત્પન્ન કરે છે.

પાલી હિલ રેસિડેન્ટ્સ અસોસિએશન્સના સેક્રેટરી મધુ પોપલાઈના જણાવ્યા પ્રમાણે ‘અમે અમારા વિસ્તારની ૭૦ કરતાં વધુ સ્ટ્રીટ લાઇટ્સને પ્રકાશિત કરવા માટે બાયો ગૅસનો ઉપયોગ કરવા સાથે શરૂઆત કરી. ત્યાર બાદ અમે ગત વર્ષે ઑક્ટોબરમાં કમ્પોસ્ટિંગ શરૂ કર્યું અને અમે શાકભાજી ઉગાડવા માટે પોષણથી ભરપૂર છાણિયા ખાતરનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું.’

બાંદરાની નવતર પહેલ સમાન કિચન ગાર્ડનમાં રીંગણ, દૂધી, ભીંડા, પાલક, લીલાં મરચાં તેમ જ બટેટા ઉગાડવામાં આવે છે.
શાકભાજી ઉપરાંત સ્થાનિકોએ પપૈયાનાં વૃક્ષો પણ વાવ્યાં છે, જેમાંથી બે વૃક્ષો પર ફળ પણ ઊગ્યાં છે.

આ પણ વાંચો : ક.વી.ઓ. મેડિક્લેમ સંજીવની હેઠળ જોગવાઈ છતાં હૉસ્પિટલમાં નો કૅશલેસ

એચ વેસ્ટ વોર્ડના મહાનગરપાલિકાના અધિકારીના જણાવ્યા પ્રમાણે ‘અગાઉ પાલી હિલ જળાશય નજીકના ૫૦થી ૧૦૦ ચોરસ મીટરના પ્લોટ્સ ઉજ્જડ હતા. હાલમાં બે પ્લોટ્સ પર વાવેતર કરવામાં આવ્યું છે અને ચોમાસા બાદ અમે અન્ય પ્લોટ પર પણ શાકભાજીનું વાવેતર કરીશું.’

mumbai pali hill bandra brihanmumbai municipal corporation mumbai news