ભારે વરસાદથી કચ્છ જળબંબાકાર, 192 લોકોને હેલિકૉપ્ટરથી રેસ્ક્યુ કરાયા

13 August, 2019 08:34 AM IST  |  કચ્છ

ભારે વરસાદથી કચ્છ જળબંબાકાર, 192 લોકોને હેલિકૉપ્ટરથી રેસ્ક્યુ કરાયા

ભારે વરસાદ

ગુજરાતમાં છેલ્લા બે દિવસમાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો હતો, જેના કારણે રાજ્યનાં અનેક ગામો સંપર્કવિહોણાં બન્યાં હતાં. ઘણી જગ્યાએ લોકોને રેસ્ક્યુ કરીને બચાવવામાં આવ્યા હતા. ભારે વરસાદના કારણે કચ્છના અનેક વિસ્તારો પૂરમાં જળબંબાકાર થઈ ગયા છે. કચ્છમાં છેલ્લા બે દિવસથી પડેલા ભારે વરસાદ કારણે અનેક નદી ગાંડીતૂર બની છે.

કચ્છના હાજીપુરમાં પણ ભારે વરસાદ પડ્યો હતો, જેના કારણે લોકોને રેસ્ક્યુ કરીને બચાવાયા હતા. કોઝવે પર વરસાદી પાણી ફરી વળતાં આસપાસનાં આઠ ગામ અને વાંઢના સંપર્ક તૂટી ગયા છે. ત્યારે કચ્છમાં વરસાદ કારણે ફસાયેલા લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. હાજીપીરમાં ફસાયેલા ૧૯૨ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું જેમાં ૧૭૧ પુરુષો, ૧૩ મહિલાઓ, ૮ બાળકોનો સમાવેશ થાય છે.

આ ઘટનામાં સીએમની ગેરહાજરીમાં સીએસના નેતૃત્વમાં પ્રશંસનીય કામગીરી કરવામાં આવી હતી. ડૉ. જે. એન. સિંહના નેતૃત્વમાં વહીવટી તંત્રની ઉત્તમ કામગીરી કરી હતી. કચ્છના હાજીપુરમાં તંત્ર, એનડીઆરએફ અને ઍરફોર્સની સરાહનીય કામગીરી કરી હતી અને ૧૯૨ જેટલા લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : સીએમ રૂપાણીની અધ્યક્ષતામાં રશિયામાં ડાયમન્ડ સેક્ટર સેમિનાર યોજાયો

ઍરફોર્સના હેલિકૉપ્ટરની મદદથી તમામ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. હજી પણ હાજીપીરમાં ૧૯૨ જેટલા લોકો ફસાયેલા છે, જેમને બચાવવાની કામગીરી ચાલી રહી છે. એનડીઆરએફ ટીમ અને પશ્ચિમ કચ્છ એસપી સૌરભ તોલબિયા હાજીપીર પહોંચ્યા છે. તેઓ લોકોને બચાવવા માટે ઝડપી કામગીરી કરી રહ્યા છે.

kutch gujarat Gujarat Rains