ગુજરાતના 7 ‌જિલ્લાઓમાં ખારા પાણીને મીઠું બનાવવા પ્લાન્ટ નખાશે

18 July, 2019 08:44 AM IST  |  અમદાવાદ

ગુજરાતના 7 ‌જિલ્લાઓમાં ખારા પાણીને મીઠું બનાવવા પ્લાન્ટ નખાશે

વિજય રૂપાણી

પીવાના પાણીની સમસ્યા દૂર કરવા માટે ટેકનોલોજીની મદદથી દરિયાના ખારા પાણીને મીઠુ બનાવીને તેનો પિવાના પાણી તરીકે ઉપયોગ કરવાના પ્રયાસના ભાગરૂપે ગુજરાતમાં જામનગરના જોડીયા ઉપરાંત દ‌િરયા કિનારાના સાત ‌જિલ્લાઓમાં દરીયાના ખારા પાણીને મીઠું બનાવવાના પ્લાન્ટ ઉભા કરવા માટે ગુજરાત સરકારે તૈયારીઓ હાથ ધરી છે.

ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગઇકાલે આ મુદ્દે કહ્યું હતું કે ગુજરાતના ૧૬૦૦ કિ.મી. લાંબા દરિયા કિનારાના સાત જીલ્લાઓમાં દરિયાના ખારા પાણીને ડીસેલીનેશન દ્વારા મીઠુ બનાવવાના પ્લાન્ટ માટેની પ્રક્રિયાઓ જુદા જુદા તબક્કામાં છે.આ જીલ્લાઓમાં પણ વપરાશકારોને બજારમાં મળતા પ્રતિલિટર મીઠા પાણીથી સસ્તું પાણી વપરાશકારોને મળશે.

ગુજરાતમાં દરિયાના ખારા પાણીને મીઠું બનાવવાના જામનગરના જોડીયા ખાતે શરૂ થનારા પ્લાન્ટ અંગે વિજય રૂપાણીએ કહ્યું હતું કે જોડીયા ખાતે પી.પી.પી.ધોરણે શરૂ થનારા પ્લાન્ટથી માત્ર ૫.૭ પૈસે પ્રતિલીટર પાણી વપરાશકારોને મળશે તેમજ દુષ્કાળ જેવી સ્થિતિમાં મીઠુ પાણી મેળવવાનો વધુ વિકલ્પ ગુજરાતની પ્રજાને મળશે.

આ પણ વાંચો : ગુજરાતમાં કુલ 4,24,990 બેરોજગારો નોંધાયાઃબે વર્ષમાં માત્ર 5497 સરકારી નોકરી અપાઇ

ખારા પાણીને મીઠુ બનાવવાના પ્રોજેક્ટ અંતર્ગત જામનગર જીલ્લાના જોડીયા ખાતે દૈનિક ૧૦ કરોડ લીટર દરિયાના ખારા પાણીને ડીસેલીનેશન દ્વારા મીઠુ પાણી બનાવતી એજન્સી રૂપિયા ૭૦૦ કરોડનું રોકાણ કરી માત્ર ૫.૭ પૈસે પ્રતિલીટર પાણી ૨૫ વર્ષ સુધી પુરુ પાડશે.

Vijay Rupani gujarat