પ્રદીપસિંહ સાથે મુલાકાત બાદ અનામત વર્ગની મહિલાઓનું આંદોલન પૂર્ણ

20 February, 2020 07:11 PM IST  |  Gandhinagar

પ્રદીપસિંહ સાથે મુલાકાત બાદ અનામત વર્ગની મહિલાઓનું આંદોલન પૂર્ણ

ગુજરાત સરકાર માટે એક મોટા મહત્ત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં છેલ્લા ૭૨ દિવસથી ચાલી એલઆરડી ભરતી મામલે અનામત અને બિનઅનામત વર્ગની વિદ્યાર્થિનીઓ આંદોલન કરી રહી હતી જેના ભાગરૂપે રાજ્ય સરકારે જૂના પરિપત્રને રદ કર્યા સિવાય વચલો રસ્તો કાઢ્યો હતો.
ત્યાર બાદ બિનઅનામત વર્ગે આંદોલન સમેટી લીધું હતું. એલઆરડી ભરતી મામલે દરેક વર્ગ માટે નીતિન પટેલે મોટી જાહેરાત કરીને ભરતીની તમામ જગ્યાઓ વધારી આપી હતી. તેમ છતાં અનામત વર્ગે જૂના પરિપત્રને રદ કરવાની જીદ પકડી રાખી હતી.
હાલ ગાંધીનગરથી ગુજરાત સરકાર માટે એક મોટા સમાચાર મળી રહ્યા છે. ગાંધીનગરમાં બિનઅનામત વર્ગના આંદોલન બાદ અનામત વર્ગની મહિલાઓએ પણ આંદોલન પૂર્ણ કરી દીધું છે. છેલ્લા ૭૨ દિવસથી સત્યાગ્રહ છાવણી ખાતે અનામત વર્ગની મહિલાઓનું આંદોલન ચાલી રહ્યું હતું.
ત્યારે ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા સાથે અનામત વર્ગની મહિલાઓએ મુલાકાત કર્યા બાદ તેમને આંદોલન સમેટવાનો નિર્ણય કર્યો હતો. તેમ છતાં હાલ સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે કે કેટલાક લોકોને આંદોલન ચાલુ રાખવામાં રસ છે.

gandhinagar gujarat