બોલો, ગોધરાકાંડમાં સજા પામેલો કેદી આરોપી ૨૧ મોબાઇલ ફોન સાથે રાખતો !

13 January, 2020 02:44 PM IST  |  vadodara

બોલો, ગોધરાકાંડમાં સજા પામેલો કેદી આરોપી ૨૧ મોબાઇલ ફોન સાથે રાખતો !

વડોદરા સેન્ટ્રલ જેલમાંથી કૉલ સેન્ટર ઝડપાયું છે. મહત્ત્વનું છે કે કેદીઓ પાસેથી ઝડપાતા મોબાઇલ ફોનના કિસ્સાઓની તપાસ રાવપુરા પોલીસ પાસેથી આંચકીને ક્રાઇમ બ્રાન્ચને સોંપાતાંની સાથે જ સનસનીખેજ ખુલાસો થયો છે. ગોધરાકાંડમાં સજા પામેલો કેદી સલીમ જર્દા સેન્ટ્રલ જેલમાં એક કે બે નહીં પણ ૨૧ મોબાઇલ ફોન રાખતો હતો. આ ફોનથી તે જેલમાં બેસીને જ કૉલ સેન્ટર ચલાવતો હતો.

આ અંગે પોલીસના જણાવ્યા પ્રમાણે વડોદરા સેન્ટ્રલ જેલમાં મળેલા મોબાઇલ ફોનના પ્રકરણમાં હવાલદાર સમીઉલ્લાહ પઠાણે રાવપુરા પોલીસ-સ્ટેશનમાં ગોધરા કાંડના આરોપી સલીમ જર્દા, સાજિદ અરબ અને તૌફિકમિયાં મલેક સામે ગુનો નોંધ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં આ મોબાઇલ ગોધરાથી આવેલા સોએબ અબ્દુલ રજાક સમોલ (રહે.મુસ્લિમ સોસાયટી, વેજલપુર, ગોધરા)એ પહોંચાડ્યો હોવાની વિગતો ખૂલતાં ગોધરામાં તપાસ કરી સોએબની ધરપકડ કરી છે.

vadodara gujarat