ચોવીસ કલાકમાં નવ ઇંચ વરસાદથી ઓખા બન્યું ટાપુ

14 September, 2012 06:01 AM IST  | 

ચોવીસ કલાકમાં નવ ઇંચ વરસાદથી ઓખા બન્યું ટાપુ



ગુજરાતના જામનગર જિલ્લાના દ્વારકા, ઓખા અને મીઠાપુરમાં ગઈ કાલે ચારથી છ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. ઓખામાં તો ૨૪ કલાકમાં ૯ ઇંચ વરસાદ પડવાને કારણે ઓખા ટાપુ બની ગયું હતું. ગઈ કાલે મીઠાપુરમાં પણ ૬ ઇંચ વરસાદ પડ્યો હતો.  કચ્છના ભુજમાં ગઈ કાલે દોઢ ઇંચ વરસાદ પડ્યો હતો; જ્યારે માંડવીમાં પોણાબે, મુંદ્રામાં એક, રાપરમાં અડધો, અંજારમાં એક, ગાંધીધામમાં એક, નલિયામાં એક, લાલપુરમાં સવાબે અને માધાપરમાં એક ઇંચ વરસાદ પડ્યો હતો. ગુજરાતના અન્ય ભાગોની વાત કરીએ તો ગઈ કાલે સુરેન્દ્રનગરમાં એક, અમદાવાદમાં અડધો, જામનગરમાં એક, રાજકોટમાં અડધો, જૂનાગઢમાં એક, પોરબંદરમાં અડધો, વલસાડમાં એક, કલોલમાં એક, મહેસાણામાં એક અને પાલનપુરમાં અડધો ઇંચ વરસાદ પડ્યો હતો.