૮.૪૨ લાખથી પણ વધુ લોકોએ કરી ગિરનારની લીલી પરિક્રમા

29 November, 2012 06:12 AM IST  | 

૮.૪૨ લાખથી પણ વધુ લોકોએ કરી ગિરનારની લીલી પરિક્રમા

શાસ્ત્રોક્ત રીતે અમાન્ય ગણાતાં આ બે દિવસનો આંકડો જો પરિક્રમા પૂરી કરનારાઓના લિસ્ટમાં ઉમેરવાનો હોય તો કહી શકાય કે આ વર્ષે કુલ ૮,૪૨,૭૦૦ પરિક્રમા કરી હતી. જૂનાગઢના ડેપ્યુટી કલેક્ટર એ. કે. વ્યાસે કહ્યું હતું કે ‘ગયા વર્ષે પરિક્રમા સાડાછ લાખ લોકોએ કરી હતી, આ વર્ષે પરિક્રમા કરનારા ભાવિકો વધી ગયા છે. દિવસો ઓછા પડતા હોવાથી લોકોએ વહેલી પરિક્રમા શરૂ કરવી પડે છે, જે આમ જોઈએ તો વ્યવસ્થા માટે સારી અને સુવિધાજનક વાત છે.’

આ વર્ષની પરિક્રમા દરમ્યાન ભાવિકોએ પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કર્યો હોવાથી જંગલમાં કચરો પણ ઓછો થયો છે. પરિક્રમા દરમ્યાન સફાઈનું કામ સંભાળતી સામાજિક સંસ્થાઓ પાસેથી જૂનાગઢ કલેક્ટરને મળેલા આંકડા મુજબ આ વર્ષે પરિક્રમા દરમ્યાન કુલ ૧૧,૭૮૫ કિલો કચરો ભેગો થયો છે, જે ગયા વર્ષે ૩૪,૭૯૦ કિલો જેટલો હતો.