૪૨ હજાર કાગળના ટુકડાથી ૧૦.૬ ફીટનો રાષ્ટ્રધ્વજ બનશે

03 January, 2020 10:18 AM IST  |  Rajkot

૪૨ હજાર કાગળના ટુકડાથી ૧૦.૬ ફીટનો રાષ્ટ્રધ્વજ બનશે

૨૬ જાન્યુઆરી માટે રાજકોટ કલેક્ટર તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ વર્ષે ૨૬ જાન્યુઆરીના દિવસે એક વર્લ્ડ રેકૉર્ડ નોંધાશે, જે ૪૨ હજાર કાગળના ટુકડા જોડી ૧૦.૬ ફીટનો રાષ્ટ્રધ્વજનો હશે. હાલ આ રાષ્ટ્રધ્વજ કલેક્ટર કચેરીમાં જ નિષ્ણાત વિરાજબા જાડેજા દ્વારા તૈયાર થઈ રહ્યો છે. કાગળના ટુકડાથી રાષ્ટ્રધ્વજ ૨૨ દિવસની મહેનત બાદ તૈયાર થશે. અગાઉ યુએઈમાં કાગળનો રાષ્ટ્રધ્વજ ૯.૫ ફીટનો બન્યો હતો. રાષ્ટ્રધ્વજ તૈયાર કરી રહેલાં વિરાજબા જાડેજાએ જણાવ્યું હતું કે આ જૅપનીઝ પદ્ધતિ કહેવાય જેમાં માત્ર પેપરનો જ ઉપયોગ થાય છે.

rajkot gujarat national news