મુસાફરોની સુવિધા માટે ઓખા-પુરી એક્સપ્રેસમાં લાગશે 3 વધારાના AC કોચ

15 April, 2019 12:06 PM IST  |  રાજકોટ

મુસાફરોની સુવિધા માટે ઓખા-પુરી એક્સપ્રેસમાં લાગશે 3 વધારાના AC કોચ

તસવીર સૌજન્યઃ Indian Rail

મુસાફરોની સુવિધા અને વધારાની ભીડને ઓછી કરવા માટે રેલવે રાજકોટ થઈને જતી ગાડી નંબર 18402 ઓખા-પુરી અને 18401 પુરી-ઓખા એક્સપ્રેસ ટ્રેનમાં વધારાના ત્રણ એસી કોચ ઉમેરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ખાસ કરીને વેકેશનમાં યાત્રિકોને ધસારો વધારે રહે છે. જેને જોતા આ નિર્ણય લેવામાં આવ્યો છે.


રાજકોટ મંડળ રેલ પ્રબંધક શ્રી પી બી નિનાવેએ પ્રેસનોટ જાહેર કરીને ઓખા-પુરી એક્સપ્રેસ ટ્રેનમાં 24 એપ્રિલ, 2019થી અને પુરી-ઓખા એક્સપ્રેસ ટ્રેનમાં 21 એપ્રિલ, 2019થી 3 એસી કોચ લગાવવામાં આવશે.

આ પણ વાંચોઃ સુરતીઓ આનંદોઃરેલવે સ્ટેશન બનશે પહેલું વર્લ્ડક્લાસ સ્ટેશન, આવી હશે ખાસિયતો

3 AC કોચ લગાવવામાં આવ્યા બાદ ગાડીમાં કુલ 23 કોચ હશે, જેમાં 1 ટુ ટાયર એસી, 4 3 ટાયર એસી,9 સેકન્ડ સ્લીપર, 6 જનરલ કોચ, 1 પેંટ્રી કાર અને 2 લગેજ વાન સામેલ છે.

indian railways