રાજકોટમાં ૮૫૦૦ લોકોએ બનાવી ૨૫૦૦ ફૂટ લાંબી ૧ રેડ રિબન

02 December, 2011 08:21 AM IST  | 

રાજકોટમાં ૮૫૦૦ લોકોએ બનાવી ૨૫૦૦ ફૂટ લાંબી ૧ રેડ રિબન

 

 

બનાવવામાં આવેલી આ રેડ રિબન માટે કુલ ૨૦૦૧ લાલ રંગની સાડીઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સવારે પાંચ વાગ્યાથી કાર્યક્રમ શરૂ થયો હતો અને સાત વાગ્યા સુધી જગ્યા પર માર્કિંગ કરવાનું કામ ચાલ્યું હતું, જ્યારે સાત વાગ્યાથી સવાઆઠ વાગ્યા સુધી બાળકો અને તેના પેરન્ટ્સને ગોઠવવામાં આવ્યાં હતાં. રિબન બનાવવામાં ઉપયોગ થયેલા ૮૫૦૦ લોકોમાંથી ૩૫૦૦ સ્ટુડન્ટ્સ હતા, જ્યારે બાકીના પેરન્ટ્સ અને કૉર્પોરેશનનો સ્ટાફ હતો. ૩૦૦ મીટરના પરિઘ પર બનાવવામાં આવેલી આ રેડ રિબનની ફરતે આ વર્ષનું એઇડ્સનું સ્લોગન પણ બનાવવામાં આવ્યું હતું. માનવસર્જિત આટલી મોટી રેડ રિબન બની હોય એવો કદાચ વિશ્વનો આ પહેલો બનાવ છે.

તસવીર : ચિરાગ ચોટલિયા