ગજબ ગરબી

05 October, 2014 05:02 AM IST  | 

ગજબ ગરબી




રશ્મિન શાહ

અર્વાચીન ગરબી માટે કૂદાકૂદ કરતા સ્પૉન્સરો અને ખૈલેયાઓને મનમાં બળતરા થાય એ રીતે આ નવરાત્રિમાં રાજકોટની કરણપરા વિસ્તારની જય અંબે ગરબી મંડળે નવરાત્રિના છેલ્લા દિવસે દરેક બાળાને ૪૫,૦૦૦ રૂપિયાની સોનાની ચેઇન અને પેન્ડન્ટ લહાણીરૂપે આપ્યાં હતાં. ગરબીમાં કુલ ૭૮ બાળાઓ હતી એટલે સીધા હિસાબ મુજબ અંતિમ દિવસે અંદાજે ૩૫,૦૦,૦૦૦ લાખ રૂપિયાની લહાણી આપવામાં આવી હતી. આ અંતિમ દિવસની લહાણી દુબઈના જાણીતા બિઝનેસમૅન નૈનેષ મહેતાએ આપી હતી. બાળાઓના રાસ-ગરબાથી પ્રભાવિત થઈને નૈનેષભાઈએ આ લહાણી આપવાનો સંકલ્પ કર્યો હતો અને છેલ્લા દિવસે તેમણે પોતાનો એ સંકલ્પ પૂરો કર્યો હતો.

મજાની વાત એ છે કે છેલ્લાં ૭૫ વર્ષથી થઈ રહેલી આ ગરબીમાં સોનાની ચેઇન-પેન્ડન્ટની લહાણી તો અંતિમ દિવસે આપવામાં આવી હતી, તો અગાઉના તમામ દિવસો દરમ્યાન પણ બાળાઓને રિસ્ટ-વૉચ, સેલમ સ્ટીલનો વાસણનો સેટ, જૂસર સેટ જેવી જરૂરી અને મોંઘી લહાણીઓ પણ આપવામાં આવી હતી.