સંજીવ ભટ્ટ પછી હવે અજુર્ન મોઢવાડિયાનો વારો?

04 October, 2011 09:01 PM IST  | 

સંજીવ ભટ્ટ પછી હવે અજુર્ન મોઢવાડિયાનો વારો?

 

ગુજરાતના ડીજીપી (ડિરેક્ટર જનરલ ઑફ પોલીસ) ચિતરંજન સિંહે ગઈ કાલે કહ્યું હતું કે જો જરૂર પડશે તો આ મામલે અજુર્ન મોઢવાડિયાની પણ પૂછપરછ કરવામાં આવશે.

ગુજરાતના સસ્પેન્ડેડ આઇપીએસ (ઇન્ડિયન પોલીસ સર્વિસ) ઑફિસર સંજીવ ભટ્ટને ફસાવવાનો મામલો ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી માટે આત્મઘાત પુરવાર થવાનો છે અને જો મને ખોટા કેસમાં ફસાવવાની કોશિશ કરશે તો કાયદો કોને કહેવાય એનું ભાન નરેન્દ્ર મોદીને કરાવીને રહીશ એવા આક્ષેપ સાથેનો પડકાર ગુજરાત પ્રદેશ કૉન્ગ્રેસના પ્રમુખ અજુર્ન મોઢવાડિયાએ કર્યો હતો.

ગુજરાતના આઇપીએસ ઑફિસર સંજીવ ભટ્ટના કેસમાં અજુર્ન મોઢવાડિયાની પૂછપરછ થઈ શકે છે એવા ઉચ્ચ પોલીસ-અધિકારીના નિવેદનના પ્રત્યાઘાતમાં ગુજરાત પ્રદેશ કૉન્ગ્રેસના પ્રમુખ અજુર્ન મોઢવાડિયાએ આક્ષેપ કરતાં કહ્યું હતું કે ગુજરાત બીજેપીની મોદી સરકારની વિનાશકાળે વિપરીત બુદ્ધિને કારણે નરેન્દ્ર મોદી મને જેલમાં પૂરવાનાં સપનાં જુએ છે.

અજુર્ન મોઢવાડિયાએ આક્ષેપ કરતાં કહ્યું હતું કે ‘નરેન્દ્ર મોદીએ બીજેપીના કેશુભાઈ પટેલ, સુરેશ મહેતા, કાશીરામ રાણા, સંજય જોશી, ગોરધન ઝડફિયા જેવા નેતાઓની રાજકીય કારકર્દિી રફેદફે કરી નાખી. તેમણે આર. બી. શ્રીકુમાર, રજનીશ રાય, વિવેક શ્રીવાસ્તવ અને સંજીવ ભટ્ટ સહિતના અધિકારીઓની કારકર્દિીને ખેદાનમેદાન કરવા માટે આખી સરકારને કામે લગાડી દીધી.’

ગુજરાતના સસ્પેન્ડેડ આઇપીએસ ઑફિસર સંજીવ ભટ્ટે અમદાવાદ ગ્રામ્ય ર્કોટમાં જામીન માટે અરજી કરતાં સેશન્સ જજ વી. કે. વ્યાસે આ કેસની સુનાવણી મંગળવારે રાખી છે અને આ કેસમાં ગુજરાત સરકારને નોટિસ મોકલી છે. બીજી તરફ સંજીવ ભટ્ટની રિમાન્ડઅરજી ર્કોટે નામંજૂર કરતાં એની સામે ગુજરાત સરકારે અમદાવાદ ગ્રામ્ય ર્કોટમાં રિમાન્ડ રિવિઝન અરજી કરી છે.

મુંબઈ શહેરની એનજીઓ (નૉન-ગર્વનમેન્ટલ ઑર્ગેનાઇઝેશન્સ)એ ગુજરાતમાં આઇપીએસ ઑફિસર સંજીવ ભટ્ટની કરવામાં આવેલી ધરપકડ માટે નરેન્દ્ર મોદીની ઝાટકણી કાઢી હતી.