ગુજરાત સરકારને બિલકિસ બાનોને 50 લાખનું વળતર આપવાના SCના નિર્દેશો

23 April, 2019 02:24 PM IST  |  નવી દિલ્હી

ગુજરાત સરકારને બિલકિસ બાનોને 50 લાખનું વળતર આપવાના SCના નિર્દેશો

બિલકિસ બાનો કેસમાં મહત્વનો ચુકાદો

સુપ્રીમ કોર્ટે મંગળારે વર્ષ 2002માં ગુજરાત રમખાણ મામલે મહત્વનો ચુકાદો આપ્યો છે. ગુજરાત સરકારે રમખાણ પીડિત બિલકિસ બાનોને 50 લાખનું વળતર આપવાના નિર્દેશો આપ્યા છે. આટલું જ નહીં મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈની અધ્યક્ષતા વાળી ખંડપીઠે ગુજરાત સરકારને બિલકિસ બાનોને સરકારી નોકરી અને નિયમાનુસાર આવાસ આપવાનો પણ આદેશ આપ્યો છે. પીઠમાં ન્યાયમૂર્તિ દીપક ગુપ્તા અને ન્યાયમૂર્તિ સંજીવ ખન્ના પણ સામેલ છે.


ગુજરાત સરકારે પીડિતા બિલકિસ બાનોને પાંચ લાખનું વળતર આપવાની રજૂઆત કરી હતી. પરંતુ, છેલ્લી સુનાવણી દરમિયાન બિલકિસ બાનોએ ગુજરાત સરકારની આ રજૂઆતને બિલકિસ બાનોએ ઠુકરાવી દીધી હતી. છેલ્લી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારે ગુજરાત હાઈકોર્ટે દોષી ઠરેલા પોલીસ અધિકારીઓ સામે અનુશાસનાત્મક કાર્રવાઈ પુરી કરવા કહ્યું હતું.

ગુજરાત હાઈકોર્ટે ચાર મેના રોજ IPCની ધારા-218 અને ધારા-201 અંતર્ગત પાંચ પોલીસ કર્મીઓ અને બે ડૉક્ટરોને દોષી ઠેરવ્યા હતા. 10 જુલૈઆ, 2017ના સુપ્રીમ કોર્ટે એક IPS અધિકારી સહિત બે ડૉક્ટરો અને ચાર પોલીસ કર્મચારીઓની અપીલને ફગાવતા કહ્યું હતુંકે તેમની સામેના પુરાવાઓ સ્પષ્ટ છે. કોર્ટે તેમની અપીલને ફગાવતા એમ પણ કહ્યું હતું કે સુનાવણી કરતી અદાલતે કોઈ કારણ વિના તેમને છોડી મુક્યા હતા.

gujarat riots gujarat supreme court