13 દિવસ પહેલા નોકરી પર રાખેલા બંગાળી કારીગર 16 લાખનું સોનું લઇ ગાયબ

20 April, 2019 08:25 PM IST  | 

13 દિવસ પહેલા નોકરી પર રાખેલા બંગાળી કારીગર 16 લાખનું સોનું લઇ ગાયબ

પ્રતિકાત્મક તસવીર

રાજકોટમાં ફરી એકવાર સોનીબજારના સોની કારીગરના ભોગ બન્યા છે. રાજકોટના ભક્તિનગર સર્કલ પાસે મયૂરપાર્કમાં રહેતા સોની મનદીપભાઈએ 13 દિવસ પહેલા જ 2 કારીગરને નોકરી પર રાખ્યા હતા. મનદીપભાઈ સોનાના ઘરેણા ઘડવા હુગલીના બે કારીગરોને પોતાને ત્યા નોકરી પર રાખ્યા હતા. માત્ર 13 દિવસની નોકરીમાં આ બન્ને કારીગરો મનદીપભાઈને 16.40 લાખનો ચૂનો લગાડીને ગાયબ થઈ ગયા છે.

સોનીના વેપારીએ ઘરેણા બનાવવા માટે પાર્થ ઉર્ફે પ્રસન્નજીત ચક્રવર્તી અને બિશ્વજીત ચક્રવર્તી નામના બે બંગાળી કારીગરોને કામ આપ્યું હતું. મનદીપભાઈને આ શખ્સોને કામ આપવુ ભારે પડશે તે નથી ખબર. ચોરીની જાણ થતાની સાથે સોનાના વેપારીએ પોલીસમાં ફરીયાદ નોંધાવી છે. પોલીસે માહિતી મળતાની સાથે આગળની તપાસ હાથ ધરી છે.

ફરીયાદ અનુસાર રાજકોટમાં જ રહેતા આલમ શેખની જાણથી બન્ને કારીગરોને કામ પર રાખ્યા હતા. તેમની દુકાનમાં કામ કરતા સાથી બાલકૃષ્ણ બપોરે જમવા ગયા હતા. જ્યારે મનદીપભાઈ 6 વાગે સાંજે દુકાને આવ્યા ત્યારે બન્ને કારીગરો હાજર હતા નહી અને આ વિશે બાલકૃષ્ણને પુછતા તેમણે કહ્યું હતું કે, તે આવ્યા ત્યારે દુકાનનું શટર અડધુ બંધ હતું. કારીગરોની બધે તપાસ કરાતા તેમની જાણ થઈ હતી નહી જેના કારણે પોલીસ ફરીયાદ નોંધાવી હતી.

rajkot