સુરતમાં ૧૨-૧૨-૧૨એ થયો ૧૨ બાળકોના જન્મનો રેકૉર્ડ

13 December, 2012 05:33 AM IST  | 

સુરતમાં ૧૨-૧૨-૧૨એ થયો ૧૨ બાળકોના જન્મનો રેકૉર્ડ


સવારના છથી દસ વાગ્યા દરમ્યાન કુલ નવ મહિલાઓની ડિલિવરી કરાવવામાં આવી હતી, જેમાંથી ત્રણ મહિલાઓએ ટ્વિન્સ અને છએ સિંગલ બાળકોને જન્મ આપ્યો હતો. ૧૨-૧૨-૧૨ના આ યુનિક દિવસે છ છોકરીઓ અને છ છોકરાઓ જન્મ્યાં હતાં. આ રેકૉર્ડ માટે ડૉક્ટરોની ટીમે છેલ્લા સાડાનવ મહિનાથી ખૂબ જ પ્લાનિંગ સાથે કામ કર્યું હતું.