દાહોદ : ડ્રાઇવરને હાર્ટ-અટૅક આવ્યો ને ૧૧ પોલીસ જવાનોએ જીવ ગુમાવ્યો

15 December, 2012 07:26 AM IST  | 

દાહોદ : ડ્રાઇવરને હાર્ટ-અટૅક આવ્યો ને ૧૧ પોલીસ જવાનોએ જીવ ગુમાવ્યો




સવારે ૧૧ વાગ્યે ઝાલોદ પાસે આવેલા આઇટીઆઇ કૅમ્પસમાં મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીના ઇલેક્શન-કૅમ્પેનની જાહેર સભા હતી. આ જાહેર સભામાં બંદોબસ્તની જવાબદારી પૂરી કરીને જ્યારે પોલીસ-કર્મચારીઓ પાછા આવી રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. વૅન-ડ્રાઇવર ગાભાજી રાઠોડ વૅન ચલાવતો હતો એ દરમ્યાન છાતીમાં દુખાવો ઊપડતાં તેણે બનતા પ્રયાસ કરીને વૅનને ડાબી બાજુએ પાર્ક કરવાની કોશિશ કરી હતી, પણ છાતીનો દુખાવો ચરમસીમાએ પહોંચતાં તેનો આ પ્રયાસ નિષ્ફળ નીવડ્યો હતો અને કમનસીબે દુખાવો હાર્ટ-અટૅકમાં ફેરવાઈ જતાં વૅનની સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવી દીધો અને વૅન રસ્તાની ડાબી બાજુએ ૧૦૦ ફૂટ દૂર આવેલા ખુલ્લા કૂવામાં જઈ પડી હતી. વૅન કૂવામાં પડી ત્યારે વૅનનો ડાબી બાજુનો દરવાજો અનાયાસે ખૂલી જતાં અંદર બેઠેલી બે મહિલા-કૉન્સ્ટેબલો સહિત ચાર કૉન્સ્ટેબલો તરીને બહાર આવી ગયા હતા. વડોદરાના કલેક્ટર વિનોદ રાવે કહ્યું હતું કે પહેલાં બચાવકાર્ય માટે અને પછી મૃતદેહ શોધવા માટે ૭ વાગ્યા સુધી કામગીરી ચાલી હતી.

આ ઘટનાની જાણકારી મળ્યા પછી ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ વીટોપાવર વાપરીને તમામ મૃત્યુ પામનારાઓને ૧૦-૧૦ લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી હતી. સામાન્ય સંજોગોમાં વિધાનસભાના ઇલેક્શન દરમ્યાન આ પ્રકારનું વળતર જાહેર થઈ શકતું નથી, પરંતુ વિધાનસભાના બંધારણમાં રહેલી જોગવાઈ મુજબ કટોકટીના કે દુખદ બનાવ દરમ્યાન મુખ્ય પ્રધાન પોતાના રાહત નિધિ ફન્ડમાંથી રાહત કે વળતર જાહેર કરી શકે