કચ્છમાં ૨૧ આફ્ટરશૉક

13 November, 2012 05:58 AM IST  | 

કચ્છમાં ૨૧ આફ્ટરશૉક



દિવાળીના તહેવારો શરૂ થઈ ગયા છે ત્યારે કચ્છમાં આફ્ટરશૉકની વણજાર શરૂ થઈ હોય એમ ધનતેરસના દિવસે કચ્છમાં ૧૧ અને ગઈ કાલે કાળીચૌદશના દિવસ દસ એમ છેલ્લા બે દિવસમાં કુલ ૨૧ આફ્ટરશૉક આવ્યા હતા. એવું નથી કે આ આફ્ટરશૉક બે-ચાર દિવસથી વધ્યા હોય. કચ્છમાં આફ્ટરશૉકની માત્રા છેલ્લા પંદર દિવસથી વધી ગઈ છે. છેલ્લા પંદર દિવસમાં આ જિલ્લામાં કુલ ૮૫ આફ્ટરશૉક આવ્યા છે. આવેલા આ આફ્ટરશૉકની તીવþતા ૧.૫થી ૨.૮ રિક્ટર સ્કેલની છે. કચ્છમાં મુખ્યત્વે ભચાઉ, રાપર, ફતેહગઢ અને બેલા ગામ તથા આ ગામની આસપાસના વિસ્તારોમાં આફ્ટરશૉક આવી રહ્યા છે.

જો સૌરાષ્ટ્રની વાત કરીએ તો છેલ્લા પંદર દિવસમાં સૌરાષ્ટ્રમાં ૪૨ આફ્ટરશૉક આવ્યા છે, જ્યારે ઉત્તર-મધ્ય ગુજરાતમાં ૩ અને દક્ષિણ ગુજરાતમાં ૧ આફ્ટરશૉકનો અનુભવ થયો છે.