ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષા 2020માં 5મી માર્ચે યોજાશે

06 June, 2019 05:07 PM IST  | 

ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષા 2020માં 5મી માર્ચે યોજાશે

ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષા 2020માં 5મી માર્ચે યોજાશે

ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આવનારા વર્ષનું કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. શિક્ષણ બોર્ડ દ્વારા 2019-20નું કેલેન્ડર જાહેર કર્યું હતું જેમાં કુલ 246 દિવસ શૈક્ષણિક કાર્ય રહેશે જ્યારે 80 દિવસ રજા રહેશે. 2019-20ની ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ 5 માર્ચથી શરૂ થશે અને 21 માર્ચ સુધી ચાલશે. આ સિવાય બોર્ડની પ્રેક્ટિકલ પરીક્ષાઓ 14 ફેબ્રુઆરીથી ચાલુ થશે.

શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા કેલેન્ડર અનુસાર પહેલા સત્રમાં કુલ 104 દિવસ રહેશે જ્યારે બીજા સત્રમાં કુલ 142 દિવસ રહેશે. આ વર્ષે દિવાળી વેકેશન 25 ઓક્ટોબરથી શરૂ થશે, જે 21 દિવસનું રહેશે. બીજુ સત્ર 142 દિવસનું રહેશે ત્યારબાદ ઉનાળુ વેકેશન રહેશે અને 8 જૂન 2020થી નવુ શૈક્ષણિક વર્ષ શરૂ થશે. આ વર્ષે શિક્ષણ બોર્ડ દ્વારા મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે. ગયા વર્ષે નવરાત્રીમાં આપવામાં આવેલા વેકેશન પર આ વર્ષે રદ્દ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: ફરી સરકારે બદલ્યો નિર્ણય, બીજી વખત નવરાત્રિ વેકેશન રદ

ભુપેન્દ્ર સિંહ ચુડાસમાએ મીડિયા સાથે વાતચીતમાં કહ્યું હતું કે, 'આ વખતે નવરાત્રી વેકેશન આપવામાં આવશે નહી તેની જગ્યાએ દિવાળીમાં સંપૂર્ણ 21 દિવસનું વેકેશન આપવામાં આવશે. આ નિર્ણય કમિટી દ્વારા યોજાયેલી મિટિંગમાં લેવાયો છે.'

gujarati mid-day