રાજકોટમાં ૧૮ મિનિટમાં તોફાની એક ઇંચ વરસાદ

27 June, 2022 11:47 AM IST  |  Mumbai | Rashmin Shah

૩૪ ઝાડ અને ૧૦૦થી વધુ હોર્ડિંગ્સ પડ્યાં તો ૨૦૦થી વધુ ઘરોની સોલર પૅનલ ઊડી ગઈ

રાજકોટમાં ૧૮ મિનિટમાં તોફાની એક ઇંચ વરસાદ


રાજકોટ : રાજકોટમાં છેલ્લા બે દિવસથી અસહ્ય બફારાને કારણે અકળાયેલા લોકોને જાણે કે રાહત આપવી હોય એ રીતે ગઈ કાલે બપોરે વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો હતો અને બપોરે ૪ વાગ્યા પછી ભારે પવન અને વીજળીના પ્રચંડ ગડગડાટ સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. અચાનક જ વાતાવરણમાં આવેલા આ પલટાની અસર એવી રહી હતી કે ફક્ત ૧૮ જ મિનિટમાં એક ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો, જેને કારણે ઠેર-ઠેર રસ્તાઓ નદીમાં ફેરવાયા હતા તો ભારે પવનને કારણે વૃક્ષો ધરાશાયી થયાં હતાં. રાજકોટમાં ૩૪ ઝાડ ધરાશાયી થયાં હતાં તો ૧૦૦થી વધુ હોર્ડિંગ્સ પડ્યાં હતાં અને ૨૦૦થી વધારે ઘરોની ટેરેસ પરથી સોલર પૅનલ ઊડી ગઈ હતી. ગુજરાત હવામાન વિભાગની આગાહી મુજબ આવતા ૪૮ કલાકમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે અને મધ્ય ગુજરાતમાં મધ્યમ વરસાદ પડે એવી સંભાવના છે.

Gujarat Rains rajkot