રાજકોટમાં દે ધનાધન વરસાદ, રસ્તાઓ પર ભરાયા પાણી

29 June, 2019 06:32 PM IST  |  રાજકોટ

રાજકોટમાં દે ધનાધન વરસાદ, રસ્તાઓ પર ભરાયા પાણી

રાજકોટમાં થયો વરસાદ

હવામાન વિભાગે રાજ્યમાં 48 કલાક ભારે વરસાદ પડવાની આગાહી કરી હતી. જે અંતર્ગત દક્ષિણ ગુજરાતની સાથે સૌરાષ્ટ્રમાં વરસાદ પડી રહ્યો છે. રાજકોટમાં આજ સાંજથી વરસાદ પડી રહ્યો છે. માત્ર અડધા જ કલાકમાં વરસાદ પડતા રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. આખા રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટમાં પણ મેઘરાજાની ઈનિંગનો આરંભ થઈ ગયો છે.


આખરે રાજ્યમાં વિધિવત રીતે ચોમાસાનું આગમન થઈ ગયું છે. આજે લગભગ આખા રાજ્યમાં વરસાદ નોંધાયો છે. રાજકોટમાં સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો હતો. સાંજના સાડા ચાર વાગ્યા આસાપાસ વરસાદ ચાલુ થઈ ગયો હતો. જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી જ્યારે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. રાજકોટની સાથે ભાવનગર કચ્છમાં પણ વરસાદ પડ્યો. ભાવનગર જિલ્લાના ગારીયાધાર અને તળાજામાં વરસાદ પડ્યો જ્યારે કચ્છના પણ કેટલાક વિસ્તારોમાં મેઘ મહેર થઈ છે.

આ પણ વાંચોઃ મૂશળધાર વરસાદથી દક્ષિણ ગુજરાત પાણી-પાણી

સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે રાજ્યમાં વરસાદી માહોલ છે. રાજ્યના 56 તાલુકામાં વરસાદ પડ્યો છે. તો દક્ષિણ ગુજરાતમાં મુશળધાર વરસાદે લોકોની મુશ્કેલીઓ વધારી છે. વલસાડમાં અંડરપાસમાં પાણી ભરાયા છે. તો ડાંગની આસપાસ ભારે વરસાદથી નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. જેથી કાંઠાના વિસ્તારોને અલર્ટ કરવામાં આવ્યા છે.

Gujarat Rains rajkot