Career Tips: શું છે પરફ્યુમરનું કામ, કેવી રીતે બનાય જાણો બધી વિગતો...

13 May, 2022 01:18 PM IST  |  Mumbai | Shilpa Bhanushali

પરફ્યુમ ડિઝાઇનર્સ કે પરફ્યુમર્સ કોણ છે શું કામ કરે છે આ દિશામાં કરિઅર બનાવવા માટે શું કરવું, શું જરૂરી છે તે વિશેની બધી જ માહિતી મેળવો અહીં. 

ફાઈલ તસવીર

કોણ છે પરફ્યુમર, શું કામ છે તેમનું?
પરફ્યુમ ડિઝાઇનર્સ કે પરફ્યુમર જે નવી સુગંધ બનાવવા માટે જુદી જુદી સુગંધની ભેળસેળ કરે છે. આ ભેળસેળ દ્વારા એક નવી અને વધારે સારી સુગંધ બનાવે છે. જેમ કે ડિટર્જન્ટ, ફુડ અને મીણબત્તીઓના ઉત્પાદનમાં જે સુગંધનો ઉપયોગ થાય છે તેને બનાવવાનું તેમજ વિકસાવવાનું કામ પરફ્યુમરનું હોય છે. પરફ્યુમ ડિઝાનમાં વિઊાન, ફેશન તેમજ તેના વલણ પર ધ્યાન રાખવું ખૂબ જ મહત્વનું હોય છે. અને આ બધા વચ્ચે માર્કેટિંગ અને ચોક્કસ સુગંધને માણવા તેમજ સમજવા માટે નાકની ઇન્દ્રિયનું કામ સૌતી વધારે મહત્વનું હોય છે તેથી જો તમારે પરફ્યુમર બનવું હોય તો તમારું નાક સતેજ હોવું જોઈએ. દર વર્ષે હજારો નવી સુગંધો વિકસાવવામાં આવે છે, અનેક પરફ્યુમ ડિઝાઇનર એક જ સમયે જુદી જુદી સુગંધના ડેવલપમેન્ટ પર કામ કરે છે. આ કામ ખરેખર પડકારજનક હોવાની સાથે સાથે ખૂબ જ સર્જનાત્મક છે.

વિવિધ જાતની સુગંધના સેમ્પલ લઈને તમારી સુગંધ માણવા માટે તેને વધારે સતેજ બનાવવી જરૂરી છે. તમે રોજિંદા જીવનમાં જુદી જુદી ગંધ માણો છો જેમાં કેટલીક સારી અને કેટલીક ખરાબ હોય છે, તે વિશે વિચારો અને જુઓ કે તમે કયા ઉત્પાદનમાં કયા પ્રકારની ગંધ માણવાનું પસંદ કરો છો...

શું કરવાનું હોય છે પરફ્યુમરે?
પરફ્યુમર બનવા માટે તમારે રસાયણશાસ્ત્રનો અભ્યાસ ખૂબ જ મહત્વનો છે. પરફ્યુમર બનવા માટે અનેક વિદ્યાર્થીઓ રસાયણશાસ્ત્ર, બાયોકેમિસ્ટ્રી કે ઑર્ગેનિક કેમિસ્ટ્રીમાં સ્નાતકની અથવા માસ્ટર્સની ડિગ્રી મેળવતા હોય છે. પરફ્યુમરે જુદી જુદી સુગંધ અને તેની પાછળના રસાયણશાસ્ત્ર તેમજ તેના આધારે લાંબી કે ટૂંકી નોંધ બનાવવી, સ્થિર એટલે કે ટેમ્પરરી સુગંધ બનાવવી કે લાંબા સમય સુધી ટકી રહે તેવી સુગંધ બનાવવી, તેની પાછળના કારણો અને મૂલ્યો શું છે કે સમજવા માટેની નોંધ બનાવવી.

સ્પેશિયાલિસ્ટ માટે કોર્સ કરી શકાય
પેરિસમાં ઇન્સ્ટિટ્યૂટ સુપરિયર ઇન્ટરનેશનલ ડુ પરફમ (ISIPCA) પરફ્યુમરીમાં માસ્ટર ડિગ્રી ઑફર કરે છે. અન્ય સ્કૂલ્સમાં ગ્રાસ ઇન્સ્ટિટ્યૂટ ઑફ પરફ્યુમરી અને ફ્રાન્સની ગિવૌદાન પરફ્યુમ સ્કૂલનો સમાવેશ થાય છે, જે પરફ્યુમ ડિઝાઇનનો મફત ત્રણ વર્ષનો અભ્યાસક્રમ છે, પણ તે લોકો દરવર્ષે માત્ર પાંચ જ વિદ્યાર્થીઓને પ્રવેશ આપે છે. ફેશન અને ડિઝાઇન સ્કૂલ્સ જેમ કે સૅન ફ્રાન્સિસ્કોમાં ફેશન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઇન એન્ડ મર્ચેન્ડાઇઝિંગ પણ પરફ્યુમ ડિઝાઇનના અભ્યાસક્રમ ઓફર કરે છે.

પરફ્યુમ માર્કેટિંગ અને બિઝનેસનો અભ્યાસ પણ એટલો જ જરૂરી છે. આ અભ્યાસ તમને મદદ કરશે કે તમે વિવિધ ક્ષેત્રે અને ઉત્પાદનોમાં કઈ સુગંધ વધારે લોકપ્રિય છે એ સમજવા માટે પણ ફેશન અને સુગંધના ઉદ્યોગમાં ગ્રાહકોની જરૂરીયાતની ટ્રેકિંગ કેવી રીતે કરવી.

પરફ્યુમરનું કામ કઈ રીતે થાય
પરફ્યુમર તરીકે કામ કરતા મોટાભાગના પરફ્યુમર્સ પોતાની નોકરી પર જ વેપાર શીખતા હોય છે. ઘણાં ફેશન હાઉસની પોતાની ફ્રેગરન્સ લાઇન હોય છે, પરંતુ પરફ્યુમ ડિઝાઇનમાં મોટાભાગની નોકરીઓ પ્રોક્ટર એન્ડ ગેમ્બલ જેવી મોટી કંપનીઓ પાસે હોય છે, જે તેમણે બનાવેલા હજારો ઘરગથ્થુ ઉત્પાદનોમાં સુગંધનો ઉપયોગ કરે છે. તમારે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ વિભાગમાં ઇન્ટર્ન અથવા એન્ટ્રી-લેવલ રિસર્ચર તરીકે તમારી કારકિર્દી શરૂ કરવાની જરૂર પડી શકે છે, અને આ રીતે આગળ વધો. પછી તમને પરફ્યુમ ડિઝાઇનની વિશેષ તાલીમ માટે મોકલવામાં આવી શકે છે.

career tips Education