વિન્ટર હોલીડે માટે બેસ્ટ છે આ 5 સ્વર્ગથી સુંદર ડેસ્ટિનેશન

25 November, 2014 10:17 AM IST  | 

વિન્ટર હોલીડે માટે બેસ્ટ છે આ 5 સ્વર્ગથી સુંદર ડેસ્ટિનેશન

જો કે શિયાળુ ઋતુ આમ પણ આલ્હાદ્દક જ હોય છે.જો આ ઋતુમાં ઈન્ડિયાના પોપ્યુલર ટ્રાવેલ ડેસ્ટિનેશનની ટૂર થઈ જાય તો સોનામાં સુંગધ ભળે,ખરુને? તો ચાલો આજે આપણે ઈન્ડિયાના બેસ્ટ વિન્ટર સ્પેશ્યલ ડેસ્ટિનેશનની સહેલગા કરી લઈએ.આ તમામ પ્લેસ એવા છે જે તમને પોતાની વાદીઓમાં સમાવી લેશે.ત્યાં ગયા પછી પાછા આવવાની ઈચ્છા નહી થાય.તો કરો આજે એક નજર બેસ્ટ વિન્ટર ડેસ્ટિનેશન પર અને પછી બનાવો તમારા સાથી સાથે વિન્ટરને ખાસ.


મનાલીઃ મનાલી ડિસેમ્બરના મધ્યમા શિયાળાની ઋતુમાં ફરવા માટે એકદમ બેસ્ટ પ્લેસ છે.શિયાળામાં મનાલીના તમામ પોઈન્ટ ભરફોથી છવાઈ જાય છે.આ દર્શય જાણે પહાડોએ સફેદ ચાદર ઓઢી હોય તેવુ લાગે છે.શિયાળાની બે-ત્રણ દિવસની રજામાં ફરવા માટે આ હિલ સ્ટેશન એકદમ બેસ્ટ છે.


ગુલમર્ગઃ જો તમે કોઈ બ્યુટિફુલ ડેસ્ટિનેશનની શોધમાં હો તો ગુલમર્ગ વિન્ટર સિઝન માટે એકદમ પરફેક્ટ છે.અહીં એન્ડવેન્ચરનો શોખ પણ પૂરો થઈ શકે છે.આ પ્લેસ કાશ્મીરથી એકદમ નજીક છે.કાશ્મીર વેલી આમ પણ ધરતીનું સ્વર્ગ કહેવાય છે.


કાસોલઃઆ એક સુરમ્ય સ્થળ છે.તે પાર્વતી વેલીની આસપાસ આવેલુ છે.કુલુથી 42 કિમી દૂર આવેલુ એક નાનકડુ ગામડુ છે કાસોલ.જ્યારે મનીકરનથી તે પાંચ કિમીના અંતરે છે.



શિમલાઃ લોકો વિન્ટર સિઝનમાં આ પ્લેસને વધારે પ્રિફર કરે છે.આ ડેસ્ટિનેશનની મુલાકાત લેવાનુ દરેકની ઈચ્છા હોય છે.અહીં તમને સારુ એવુ એન્જોયમેન્ટ પણ મળી રહે છે.શિમલા હિમાચલ પ્રદેશમાં આવેલુ બીજુ મોટુ પ્લેસ છે.જ્યાં લગભગ પ્રવાસીઓ બારે માસ આવતા રહે છે.ખાસ કરીને શિયાળાની ઋતુમાં અહીં પ્રવાસીઓની અવર જવર વધારે હોય છે.


દાર્જીલિંગઃ હિમાલયનુ રત્ન એટલે દાર્જીલિંગ.આ પ્લેસ અનહદ સુંદરતાથી ભરેલુ છે.અહી અસંખ્ય હિલ્સ અને રિસોર્ટ છે.આ પ્લેસ પણ વિન્ટર હોલિડેઝ માટે ખુબ પોપ્યુલર છે.નીલગીરી માટે આ પ્લેસ ખુબ પ્રખ્યાત પણ છે.