ઓછા ખર્ચે કરો વિદેશ યાત્રા, પહાડીઓમાં વસેલા નેપાળની લો મુલાકાત

27 April, 2019 04:25 PM IST  |  નેપાળ

ઓછા ખર્ચે કરો વિદેશ યાત્રા, પહાડીઓમાં વસેલા નેપાળની લો મુલાકાત

નેપાળ

નેપાળ બહુ જ શાંત અને સુંદર જગ્યા છે. જેને જોઈને તમે પહાડીઓથી લઈને ભીડભાડ વાળી જગ્યાઓની મુલાકાત લઈ શકો છો. નેપાળ ખાસ કરીને મંદિરો માટે ફૅમસ જગ્યા છે અને અહીંયા બૌદ્ધ સ્તૂપો તો વિશ્વભરમાં પ્રખ્યાત છે. અહીંયાનું કલ્ચર અને ખાનપાન ઘણ ભારત જેવું જ છે. એટલે તમને અહીંયા આવીને ખાવા-પીવાની મુસબીત નહીં થાય. નેપાળ ફરવાની પ્લાનિંગ તમે ક્યારે પણ કરી શકો છો. તો આવો જાણીએ નેપાળમાં ફરવાલાયક ખાસ જગ્યાઓ કઈ છે.

નાગરકોટ

કાઠમંડૂથી 35 કિમી દૂર નાગરકોટથી માઉન્ટ એવરેસ્ટ અને હિમાલયના ઉચ્ચશિખરને જોવાનો આનંદ લઈ શકો છો. નાગરકોટ પશ્ચિમમાં કાઠમંડૂ ઘાટ અને પૂર્વમાં ઈન્દ્રાવતીની વચ્ચે સ્થિત છે. સમુદ્રથી 2229 મીટર ઉંચા નાગરકોટથી સૂર્યોદય અને સૂર્યાસ્તનો નજારો બહુ જ સુંદર દેખાય છે.

પશુપતિનાથ

કાઠમંડૂથી 6 કિમી દૂર પશુપતિનાથ બહુ જ મોટું મંદિર છે. અહીંયા ભગવાન શિવની પ્રતિમા સ્થાપિત છે. આ મંદિર બાગમતી નદીના તટ પર સ્થિત છે અને લીલા વાદી દ્વારા ઘેરાયેલા વાદળો જોવા મળશે. આ પગૌડા શૈલીમાં નિર્મિત છે. પશુપતિનાથ મંદિર લગભગ એક મીટર ઉંચા ચબૂતર પર બન્યા છે. શિવરાત્રીના દિવસે મંદિરમાં શ્રદ્ધાળુઓની બહુ જ વધારે ભીડ જોવા મળે છે.

પોખરા ઘાટી

પોખરા ઘાટી નેપાળના સૌથી જાણીતા પર્યટન સ્થળોમાંથી એક છે. અહીંયાથી હિમાલયના ઉચ્ચ શિખરોને સરળતાથી જોઈ શકાયછે. અહીંયાથી માઉન્ટ મચ્છાપુચારેને જોવાનો પણ એક અલગ જ અનુભવ છે.

બૌદ્ધનાથ

કાઠમંડૂથી 11 કિમી દૂર બનેલો આ સ્તૂપ દુનિયાના સૌથી મોટા સ્તૂપોમાંથી એક છે. આ બુદ્ધની આંખના નામથી ઓળખાય છે, જે ચારો દિશાઓમાં ખુશી અને સંપન્નતા વિભાજીત કરે છે. કહેવાય છે કે દેવી મની જોગિનીના કહેવા પર રાજા મને એને બનાવ્યું હતું. મંદિરની ચારેતરફ લામા અને બૌદ્ધ ભિક્ષુઓના નિવાસ બન્યા છે.

પાટન

કાઠમંડૂ શહેરથી 5 કિમી દૂર વસેલા પાટનને લલિતપુરના નામથી પણ ઓળખાય છે. આ ખાસ કરીને ચાર બૌદ્ધ સ્તૂપ માટે જાણીતું છે, જે અશોક દ્વારા બનાવવામાં આવ્યું છે. તિબેટીયન રેફ્યુજી સેન્ટર અને હસ્તકલાના વિશિષ્ટ નમૂનાને જોવા માટે પાટન કરતાં વધુ સારી જગ્યા નથી. અહીંયા હાથથી બનેલી કાર્પેટ અને મેટલના સ્ટેચ્યૂ જોઈ શકાય છે.

લુંબિની

નેપાળ ખાસ કરીને ભગવાન બુદ્ધના પવિત્ર સ્થાનો માટે જાણીતું છે. એ સિવાયા પહાડ અને તે ફક્ત પ્રાચીન વારસા માટે પ્રસિદ્ધ છે. બુદ્ધ એક મોટા શાહી પરિવારમાંથી હતા. તેના જન્મના થોડા જ સમય પછી, પોતાના પગ જ્યાં-જ્યાં મૂક્યા ત્યા કમળ ખીલી ગયા હતા. લુંબિનીનું વિશેષ આકર્ષણ 8 ચોરસ કિલોમીટરથી વધુ ફેલાયેલો બગીચો છે. અહીં માયાદેવી મંદિર પણ જોવા લાયક છે.

nepal travel news