ટ્રિપ દરમિયાન બનો સ્ટાઈલિશ, આ રહી ટિપ્સ

18 December, 2018 12:30 PM IST  | 

ટ્રિપ દરમિયાન બનો સ્ટાઈલિશ, આ રહી ટિપ્સ

ઓછી વસ્તુઓની સાથે સ્ટાઈલિશ અને કમ્ફર્ટેબલ દેખાવ માટેની ટિપ્સ અને ટ્રિક્સ

ઓછી વસ્તુઓની સાથે સ્ટાઈલિશ અને કમ્ફર્ટેબલ દેખાવાનો ટાસ્ક મુશકેલ હોય છે પણ અશક્ય નથી. ખાસ તો પ્રવાસ દરમ્યાન ટ્રિપ પર જવા માટે આપણે એટલા બધાં ઉત્સાહિત હોઈએ છીએ કે બધી વસ્તુઓનું પેકિંગ કરી લઈએ છીએ. પણ તેમાંથી કામની અને ફેશનેબલ દેખાવા માટેની વસ્તુઓ ભૂલી જઈએ છીએ. તો આજે એવી કેટલીક ટિપ્સ અને ટ્રિક્સ અમે લાવ્યા છીએ તમારી માટે જેનાથી આ બન્ને બાબતો તમે એક સાથે મેનેજ કરી શકશો.

1. મિક્સ એન્ડ મેચ કપડાંની પસંદગી કરો

ટ્રિપ માટે કપડાંના પસંદગી કરતી વખતે તેને ત્રણ મેચિંગ કલર્સમાં વહેચી લેવા જેનાથી તમે મિક્સ એન્ડ મેચ કરીને તેને જુદાં-જુદાં પણ પહેરી શકો. હા તેની પસંદગી કરતી વખતે તમે જ્યાં જઈ રહ્યાં છો ત્યાંના વાતાવરણનું પણ ધ્યાન રાખવું. જેમ કે, તમે પેરિસ, ઈટાલી કે એવી કોઈ જગ્યાએ જાઓ છો તો બ્લેક, વ્હાઈટ, નેવી અને ચારકૉલ કલર્સના ઑપ્શન બેસ્ટ રહેશે. વચગાળાના વેકેશન માટે ખાખી, ઑફ વ્હાઈટ અને બ્રાઈટ ઑરેન્જ કે યેલો ટ્રાય કરી શકાય.

2. ત્રણ ફુટવૅર પૂરતા છે

ફુટવૅર્સને કપડાં જોડે મેચ કરવાના ચક્કરમાં ન પડતાં, એક ટ્રિપ માટે ત્રણ જોડી ચંપલ જુદાં જ કરી લેવા. એક શૂઝ અથવા લૉફર્સ, બૂટ્સ કે સેંડલ અથવા હિલ્સ. દિવસે ફરવા માટે લોફર્સ કમ્ફર્ટેબલ હોય છે અને રાત્રે કે પાર્ટીમાં આરામથી બેસીને ડિનર માણવા માટે હિલ્સ અથવા સેંડલ. ફુટવેઅરની પેકિંગ એવી હોવી જોઈએ કે તમે તેને મલ્ટિપલ રીતે વાપરી શકો.

 

પ્રવાસ દરમિયાન સ્ટાઈલિશ લૂક 

3. ફિટનેસ અને આઉટફિટ્સ છે બેસ્ટ ઑપ્શન્સ

જી હા, એવા કપડાં જેને તમે એક્સરસાઈઝ દરમિયાન પહેરો છો અને તમે ફેશનેબલ અને કમ્ફર્ટેબલ લુક માટે પ્રવાસ દરમ્યાન પણ ઉપયોગમાં લઈ શકો છો. સૌથી સારી બાબત એ છે કે તે સરળતાથી ઘડી કરી શકાય છે અને બૅગમાં વધુ જગ્યા પણ રોકતાં નથી. લેગિન્સ, ટ્રેક પેન્ટ્સ, ટ્રેક જેકેટ લેવી લાભકારક રહેશે.

4. યોગ્ય રીતે કરો કૅરી

એક્સેસરીઝ નિ:શંકપણે તમારા ઓવરઑલ લૂકને બદલવા અને સ્ટાઈલિશ બનાવવાનું કામ કરે છે. ખાસ કરીને સ્ટેટમેન્ટ જ્વેલરીઝ. તોતમારી ટ્રિપમાં સ્ટાઈલિશ અને ગ્લેમરસ લુક માટે ઘણી બધી જ્વેલરી ભેગી કરવા કરતાં એક સ્ટેટમેન્ટ રિંગ, ઓવરસાઈઝ્ડ એરિંગ્સ અને ઘડિયાળ પૂરતાં છે.

5. ડ્રેસ એવા હોય કે જે બધે જ પહેરી શકાય

ટ્રિપમાં હેવી ડ્રેસ, સૂટ્સ અને જેકેટ શક્ય હોય તો લઈ જવાથી બચવું. કારણ કે તેની પેકિંગ માટે વધુ જગ્યાની જરૂર પડે છે અને બૅગમાં પણ વજન વધી જાય છે. તેથી જ આવા કોઈ પણ એક કે બે જ ડ્રેસ લેવા જેને તમે ફોર્મલથી લઈને પાર્ટી બધે જ પહેરી શકો.

tips life and style