તાજ જોવા જવા માટે આ છે બેસ્ટ સમય

18 February, 2019 06:37 PM IST  | 

તાજ જોવા જવા માટે આ છે બેસ્ટ સમય

તાજ મહેલ (ફાઈલ ફોટો)

વિશ્વમાં જાણિતી આઠ અજાયબીમાંની એક ભારતનો આગ્રા તાજ મહેલ છે અને આ આગ્રામાં આજ (સોમવાર)થી તાજ મહોત્સવ શરૂ થયો છે. તારીખ 18 ફેબ્રુઆરીથી તારીખ 27 ફેબ્રુઆરી સુધી ચાલનારા આ તાજ મહોત્સવમાં નાના મોટા બધાં માટે જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરાયેલું છે. તાજમહેલ શાહજહાં અને મુમતાઝના પ્રેમની નિશાની છે તો તેના આંગણા(શિલ્પગ્રામ)માં બનાવવામાં આવતો તાજ મહોત્સવ પણ શિલ્પ, કળા વ્યંજન અને મનોરંજન એક અનેરો જ યોગ સાધે છે. તાજનગરી 28 વર્ષથી આ ઉત્સવ ઉજવે છે. આ વખતે તેનું આયોજન મંગળવારે થવાનું છે.

તાજ મહોત્સવ 2019

તાજ મહોત્સવનું આયોજન શિલ્પગ્રામમાં 18 થી 27 ફેબ્રુઆરી સુધી ચાલુ રહેશે. મહોત્સવની પરંપરાને જાળવી રાખવા માટે પ્રત્યેક વર્ગની પસંદનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. સાહિત્ય પ્રેમીઓ માટે પુસ્તક મેળો તો પર્યાવરણ પ્રેમીઓ માટે આગ્રા ગ્રીન ફેસ્ટિવલ છે. થિયેટરની પસંદગી કરનારાઓને સૂરસદનના નાટકો લલચાવશે તો શેર-શાયરી અને કવિતાઓના શોખીનો માટે મુશાયરા અને કવિ સંમેલન મોડી રાત સુધી તેમનું મનોરંજન કરાવશે. શાસ્ત્રીય સંગીત અને નૃત્યની પ્રસ્તુતતામાં દેશની ગૌરવાન્વિત સંસ્કૃતિની ઝલક જોવા મળશે. ફેશનના રંગ તો જોવા મળશે જ તેની સાથે સાયન્સ, ડિબેટ, ફોટોગ્રાફી, જિમ્નાસ્ટિક, મહેન્દી, રંગોળી જેવા કેટલાય કાર્યક્રમો અહીં થતાં જોવા મળશે.

મહોત્સવમાં આ હશે જોવા જેવું

તાજ મહેલ હેન્ડીક્રાફ્ટ્સ

તાજ મહોત્સવમાં આ વખતે પંજાબની ફુલ્કારી, સહારનપુરનું ફર્નીચર, ભદોહીનું કારપેટ, પિલખુઆની ચાદર, બાગપતનું હેન્ડ બ્લૉક, ખુર્જાની પૉટરી, જમ્મૂ કાશ્મીરની શૉલ તેમજ સૂટ, ગુજરાતની એમ્બ્રોઈડરી, નોર્થ-ઈસ્ટના ડ્રાય ફ્લાવર તેમજ વાંસનું ફર્નીચર, આંધ્ર પ્રદેશની કાષ્ઠકળાના સ્ટૉલ લાગશે.

આ પણ વાંચો : વિશ્વની આઠમી અજાયબી જોવાની ઇચ્છા હોય તો ઇસ્તનબુલ જઈ આવો

ભાત ભાતના વ્યંજનોનો મળશે લાભ

મહોત્સવમાં વેજ તેમજ નૉનવેજ ખાવાના શોખીનો માટે ઘણું બધું છે. બાળકો અને યુવાનો માટે તેમનું મનપસંદ ફાસ્ટફુડ તેની સાથે હરિયાણાની જલેબીનો સ્વાદ પણ તમે માણી શકશો. દક્ષિણ ભારતીય વયંજન ઢોસા, ઈડલીની સાથે આઈસ્ક્રીમનો લાભ પણ ઉઠાવી શકશો. બાળકોને આકર્ષવા માટે હિંચકા પણ મૂકવામાં આવ્યા છે.

taj mahal delhi