21 ડિસેમ્બરથી શરૂ થાય છે રણકપુર ફેસ્ટિવલ, જુઓ શું થવાનું છે ખાસ

24 December, 2018 07:15 PM IST  | 

21 ડિસેમ્બરથી શરૂ થાય છે રણકપુર ફેસ્ટિવલ, જુઓ શું થવાનું છે ખાસ

દર વર્ષે 21-22 ડિસેમ્બર સુધી મનાવવામાં આવતાં રણકપુર ફેસ્ટિવલમાં સામેલ થઈને તમે રાજસ્થાનને નજીકથી જોઈ શકો છો. ડાન્સથી લઈને સંગીત અને એડવેન્ચર એક્ટિવિટીઝને માણી શકો છો.

પાલી જિલ્લાના રણકપુર શહેરને સજાવવાની શરૂઆત થઈ ગઈ છે કારણકે અહીં દર વર્ષે ડિસેમ્બર મહિનામાં ઉજવવામાં આવે છે રણકપુર ફેસ્ટિવલ. જે રાજસ્થાનના પ્રખ્યાત ફેસ્ટિવલમાંનો એક છે. જેનું આયોજન રાજસ્થાન ટૂરિઝમ ડિપાર્ટમેન્ટ કરે છે. આ જ કારણે ફેસ્ટિવલ દરમિયાન અહીં જુદી જ ઝાકઝમાળ જોવા મળે છે.

 

રણકપુર ફેસ્ટિવલ 


ફેસ્ટિવલમાં શું હોય છે મહત્ત્વનું

રણકપુર ફેસ્ટિવલમાં સામેલ થઈને તમે અહીંના સ્થાનિક કલ્ચર અને કળાઓને માણી શકો છો. તેની સાથે જ યોગા, ટ્રેકિંગ, અરાવલી પહાડી પર નેચર વૉક, રણકપુર જૈન મંદિરમાં દર્શન, હૉટ એર બલૂન રાઈડ સિવાય એડવેન્ચર એક્ટિવિટીઝ જેમ કે રસ્સીખેંચ, સજાવટનું કામ, કલ્ચરલ પ્રોગ્રામ્સ, ડાન્સ અને કળા જેવી બાબતો દેશ-વિદેશના પર્યટકોને આકર્ષિત કરે છે. બે દિવસના કાર્યક્રમમાં પણ અહીંની ભીડ જોવા જેવી હોય છે.

 

સાંસ્કૃતિક નૃત્ય પ્રદર્શન રણકપુર ફેસ્ટિવલમાં

 

રાજસ્થાન પોતાની ખાણી-પીણી અને કલ્ચર માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે તો તેની શાનદાર ઝલક તમને અહીં થતાં ફેસ્ટિવલમાં બખૂબી જોવા મળશે. જુદાં-જુદાં વાદ્યોના ધ્વનિ પર નાચતાં નૃત્યકારો ઉત્સવનો માહોલ બનાવી રાખે છે.

રણકપુર ફેસ્ટિવલમાં થતી એક્ટિવિટીઝ

21 ડિસેમ્બર

6 થી 7.30 વાગ્યા સુધી - યોગ અને ધ્યાન
8 થી 10 વાગ્યા સુધી - નેચર વૉક અને જીપ સફારી
5:00 વાગ્યા- રણકપુર જૈન મંદિરમાં દીપપ્રાગટ્ય મહોત્સવ
સાંજે 7 વાગ્યે - સાંસ્કૃતિક કાર્યક્રમો

22 ડિસેમ્બર

સવારે 8 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી- એડવેન્ચર સ્પોર્ટ્સ (પેરા સેલિંગ, હૉટ એર બલૂન, રસ્સીખેંચ, હોર્સ શૉ, કેમલ પોલો)

રણકપુર ફેસ્ટિવલ જાઓ ત્યારે અહીં પણ જતાં આવો.......

અજમેર

ફેસ્ટિવલ માણ્યાં બાદ જો તમારી પાસે સમય છે તો અજમેર જરૂરથી જાઓ. જે પાલીથી 172 કિમી દૂર છે. ખ્વાજા મુઈનુદ્દીન ચિશ્તીની આ દરગાહ પર ચાદર ચઢાવીને માથું ટેકવા તો બૉલીવુડ સેલેબ્સની પણ ભીડ થતી હોય છે.

ઉદયપુર

સિટી ઑફ લેક


'સિટી ઑફ લેક'ના નામે પ્રસિદ્ધ ઉદયપુર ખરેખર રાજસ્થાનની ખૂબ જ સુંદર જગ્યા છે. જે પાલીથી 185 કિમી દૂર છે અહીંનું શાનદાર અને બેનમૂન સિટી પેલેસ એક્સ્પ્લોર કરવું પોતાની જાતમાં જ એક રોમાંચક અનુભવ છે. આ સિવાય રાણીની વાડી પણ જોવાલાયક છે.

જોધપુર

જોધપુર, પાલીની સૌથી નજીક અને ફરવાલાયક સ્થળ છે. જે 83 કિમીના અંતરે છે. અહીં એડવેન્ચરથી લઈને ફન પ્રત્યેક જાતની એક્ટિવિટીઝ માણી શકાય છે. તો આ સ્થાનને જોવાનું તો ભૂલતાં જ નહીં. 

rajasthan ajmer jodhpur