પાવાગઢ : ઐતિહાસિકથી લઇને ધાર્મિક પ્રવાસ માટે છે સુંદર સ્થળ

23 April, 2019 05:30 PM IST  |  ગુજરાત

પાવાગઢ : ઐતિહાસિકથી લઇને ધાર્મિક પ્રવાસ માટે છે સુંદર સ્થળ

પાવાગઢ (all PC Jagran)

ગુજરાતમાં વડોદરાથી નજીક 46 કિલોમીટર દૂર એક ખૂબ જ સુંદર સ્થળ છે પાવાગઢ, જે વીકએન્ડમાં ફરવા માટે છે બેસ્ટ ડેસ્ટિનેશન. સ્થાનિક લોકો સિવાય અહીં ટુરિસ્ટની સંખ્યા પણ સારા પ્રમાણમાં જોવા મળે છે. ચારે બાજુ ફેલાયેલી લીલોતરી તો આ સ્થળને ખાસ બનાવે જછે પણ મહાકાળી મંદિરને લીધે પણ પાવાગઢ ખૂબ જ લોકપ્રિય છે. આ સિવાય કઇ કઇ જગ્યાને તમે એક્સપ્લોર કરી શકો છો તે જાણો,

ચાંપાનેર પાવાગઢ પુરાતત્વિક ઉદ્યાન

ઇન્ડો-સારસાનિક વાસ્તુકળાના અભૂતપૂર્વ સમાગમનો અજોડ નમૂનો છે ચાંપાનેર પાવાગઢ પુરાતત્વિક ગાર્ડન. ઇન્ડો સારસાનિક વાસ્તુકળા સ્થાપત્યની એક એવી કળા છે. જેમાં ભારતીય ઇસ્લામિક આર્કિટેક્ચર અને હિન્દુ આર્કિટેક્ચરને મળીને કંઇક નવું બનાવ્યું છે. જેમાં વિક્ટોરિયન વાસ્તુકળાની છાપ પણ જોવા મળી છે.

મહાકાળી મંદિર

હા, અહીં મહાકાળી મંદિરના દર્શન અને પૂજા માટે દૂર દૂરથી લોકો આવે છે. પવિત્ર ધાર્મિક સ્થળની સાથે ઐતિહાસિક દ્રષ્ટિએ પણ લોકપ્રિય છે આ જગ્યા. ખાસ અવસરે જ નહીં પણ મંદિરમાં દરરોજ આવનારા દર્શનાર્થિઓની સંખ્યા પણ વધુ હોય છે. પર્વતોને કાપીને બનાવવામાં આવેલી સીડીઓથી મંદિરો પર પહોંચી શકાય છે. રસ્તામાં કેટલાય સુંદર દ્રશ્યો જોવા મળી શકે છે.

નવલખા કોઠાર

નવલખા કોઠાર અહીં ખૂબ જ સુંદર હિલ સ્ટેશન છે જ્યાં કેટલાય પ્રકારના એડવેન્ચરનો એક્સપીરિયન્સ લઇ શકાય છે જો કે એમ કહો કે લોકો ખાસ કરીને આની માટે જ આવે છે. કોઠારના ટૉપ સુધી ટ્રેકિંગ કરીને પહોંચી શકાય છે. મુસ્લિમ રાજાઓ દ્વારા બનાવાયેલી આ જગ્યાનો મૂળ હેતુ અનાજ સંગ્રહ કરવાનો હતો. ઇતિહાસ જાણવાની ઇચ્છા ધરાવનારાઓએ અહીં અવશ્ય આવવું.

ચાંપાનેર

ગુજરાતમાં આવેલ પાવાગઢ પર્વતોની વચ્ચે વસેલું છે ઐતિહાસિક નગર ચાંપાનેર. ગુજરાતના પાંચમહલ જિલ્લામાં આ નાની નગરી, પણ અહીં તમને મળશે પુરાતત્વિક મહત્વની લગભગ 114 સંરચનાઓ જેમાં જૈન મંદિર, મંદિર અને મસ્જિદો સામેલ છે. તેમની વચ્ચે તમે જોઇ શકશો એવી અનોખી સંરચનાઓ, જેને જોઇને જ અંદાજો મેળવી શકાય કે તે બે હજાર વર્ષ પહેલા પણ લોકોની ટેક્નિકલ સમજણ કેટલી ઉત્કૃષ્ટ હતી. જેમ કે પાણીના અનેક જળાશય, જે આ આખા નગરને જીવિત રાખવા માટે ખૂબ જ આવશ્યક છે. જો એમ કહીએ કે આ નગર આખું અર્બન પ્લાનિંગનો અજોડ નમૂનો છે તો તે ખોટું નહીં હોય.

આ પણ વાંચો : ગુજરાત ટ્રાવેલ્સ : વેકેશનમાં ફરવા ક્યાં જવું વિચારો છો? તો જઇ આવો સેલવાસ

વિશ્વામિત્રી નદી

પાવાગઢની દરેક જગ્યા કોઇક ને કોઇક વિશિષ્ટતા ધરાવે છે જેમાંથી એક વિશ્વામિત્રી નદી પણ છે. ભારતના મહાન ઋષિ વિશ્વામિત્રના નામવાળી આ નદી ફરવા માટે ખૂબ જ સારી જગ્યા છે. જેની સુંદરતા વધારવાનું કામ કરે આસપાસની લીલોતરી. જે નેચર લવર્સ અને ફોટોગ્રાફર્સને ઘણી ગમે છે. મેડિટેશન તરીકે પણ આ જગ્યા એકદમ પર્ફેક્ટ છે.

gujarat Places to visit in gujarat