પુરીથી કોણાર્ક, એક દિવસની આ રોડ ટ્રિપ કરો એન્જોય

17 December, 2018 02:05 PM IST  | 

પુરીથી કોણાર્ક, એક દિવસની આ રોડ ટ્રિપ કરો એન્જોય

પુરીથી કોણાર્કની રોડ ટ્રિપ

ઓરિસ્સાની રાજધાની ભુવનેશ્વર ખાસ છે. મંદિરોનું શહેર કહેવાતા આ વિસ્તારમાં એક કહેવત ખૂબ જ પ્રચલિત છે કે અહીં 12 મહિનામાં 13 તહેવારો ઉજવવામાં આવે છે અને દરેકનો એક જુદો જ આનંદ અને ઉત્સવ જોવા મળે છે. તો જો તમને ક્યારેય ભુવનેશ્વર જવાનો અવસર મળે તો આ જગ્યાએ જવાનું ભૂલતાં નહીં.

પુરીથી કોણાર્કની રોડ ટ્રિપ

સૌથી સારી બાબત એ છે કે પુરીથી કોણાર્કના પ્રવાસમાં વીક એન્ડ સુધીની રાહ નહીં જોવી પડે, જો તમે ભુવનેશ્વરમાં છો તો માત્ર 159 કિમી એટલે કે 6-7 કલાકની ડ્રાઈવમાં તમે ત્યાં પહોંચી જશો. પુરીનો જૂનો રોડ વધુ એન્જોયફુલ છે. જેમાં રસ્તાની બાજુમાં નારિયેળી, ગામડાંના નાના ઘર, ખેતરો અને વાડીઓ અને કેટલીક સુકાયેલી વનસ્પતિ અહીંની શોભામાં વધારો કરે છે. નવા બનાવેલા 6 લેન રોડ પરથી તમે લગભગ 40 મિનીટમાં ધૌલીગિરી પહોંચી જશો.

ધૌલીગિરી

ધૌલીગિરી એક જૂનું બૌદ્ધ સ્મારક છે. અહીંનું 'ધ પીસ પેગોડા' સમ્રાટ અશોકે બનાવડાવ્યું હતું. કલિંગ યુદ્ધ પછી અશોકે બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો. આ સ્મારક તેની જ નિશાની છે. અહીં સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયનું દ્રશ્ય અલૌકિક હોય છે.

 

પીપલી ગામ અહીંના વારસાને સાચવીને આવી વસ્તુઓનું જતન કરવા માટે પ્રખ્યાત છે.


પીપલી ગામ

અહીંથી આગળ વધતાં તમે પીપલી પહોંચશો. સુંદર અને નાનકડું શહેર પીપલી પોતાની સજાવટની વસ્તુઓ માટે જાણીતું છે. જેને રસ્તા પરથી પસાર થતી વખતે પણ સરળતાથી નિહાળી શકાય છે. પીપલીનો આ વારસો જ  તેમના જીવનનિર્વાહ માટે આજીવિકાનું એક સાધન પણ બની રહે છે. તો પીપલી ઉતરીને અહીંથી અમુક વસ્તુઓની ખરીદી જરૂરથી કરો.

સખીગોપાલ ગામ

પ્રવાસનો આગળનો પડાવ છે સખીગોપાલ ગામ. આ ગામ પણ વધારે મોટું નથી પણ સખીગોપાલ મંદિરને લીધે ખૂબ જ પ્રસિદ્ધ છે. અહીં ઘણા બધાં નાના-નાના ઢાબાં છે જ્યાં તમે પેટપૂજા પણ કરી શકો છો અને નારિયેળ પાણી પી શકો છો. અહીં નજીકમાં જ એક નાનકડું ગામ છે ચંદનપુર, જે જૈન આહાર માટે જાણીતું છે. કાંદા-લસણ વગરનો ખોરાક પણ કેટલો સ્વાદિષ્ટ લાગી શકે તે અહીં જાણવા મળશે.

 

વિશ્વના સુંદર અને ચોખ્ખાં બીચમાંનું એક


અહીંથી આગળ વધતાં તમે પહોંચશો પવિત્ર સ્થાન પુરીમાં. જ્યાંની રથયાત્રા વિશ્વમાં પ્રસિદ્ધ છે. જગન્નાથ મંદિરના દર્શન કરવાનું ભૂલશો નહીં. જો કે તમે જાણો છો કે ગોલ્ડન બીચ વિશ્વના સારામાં સારા બીચમાંનું એક છે જેના કારણે અહીં હંમેશા જ લોકોની ભીડ વધુ પડતી જોવા મળે છે.

 

ભુવનેશ્વરમાં બનાવાતી મૂર્તિઓ


અહીં પહોંચ્યાં છો તો પ્રખ્યાત સ્ટોન કાર્વર્સ ઓફ ઓરિસ્સા જોવા જરૂર જાઓ. અહીં 30 રૂપિયાથી લઈને 30 લાખ સુધીની વસ્તુઓ મળે છે. બેલેશોર અને રામાચંદી જે સમુદ્રકિનારે બનેલા છે. આ સંપૂર્ણ ક્ષેત્ર જ વાઈલ્ડ લાઈફ સેન્ચુરીથી ભરેલું છે.

 

કોણાર્કનું પ્રખ્યાત સૂર્યમંદિર


કોણાર્ક સૂર્યમંદિર

એનાથી આગળ ડ્રાઈવ કરી તમે પહોંચશો કોણાર્કના બ્લેક પેગોડા અને ચંદ્રભાગ બીચ પર. કોણાર્કમાં ખૂબ જ જૂનું સૂર્યમંદિર છે જે કેટલીક બાબતો માટે ખાસ છે. જેને જાણવા અને જોવા માટે લોકો દેશ-વિદેશથી આવે છે. કોણાર્ક સૂર્ય મંદિર આ રોડ ટ્રીપનો અંતિમ પડાવ છે. જેને જોયા વિના પાછું ન જ ફરવું જોઈએ

ક્યારે જવું જોઈએ?

પુરીથી કોણાર્કના પ્રવાસ માટે ઓક્ટોબરથી જાન્યુઆરીનો સમય પરફેક્ટ હોય છે. ભુવનેશ્વર, લગભગ બધાં મોટાં શહેરોના રસ્તાઓ સાથે જોડાયેલું છે. પુરીથી કોણાર્કનો પ્રવાસ માત્ર રોડ કે ટ્રેન દ્વારા જ સંભવ છે. મોટરસાઈકલ અને કાર ખૂબ જ સસ્તા ભાવમાં ભાડે મળી રહે છે.

bhubaneswar orissa