પાંડે ચાલ્યો દુબઈ પાર્ટ 6

27 December, 2019 11:48 PM IST  |  Mumbai | Umesh Deshpande

પાંડે ચાલ્યો દુબઈ પાર્ટ 6

Sheikh Zayed Mosque (PC : Twitter)

દુબઈ પ્રવાસનો મારો આ પાંચમો દિવસ હતોપરિવારના સભ્યો વહેલા આવી ગયા હોવાથી એમણે અબુ ધાબીની શેખ ઝાયેદ મસ્જિદ અને પ્રેસિડેન્સિયલ પેલેસ આ સ્થળો જોઈ લીધા હતાઆપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદી વર્ષ 2015માં અબુ ધાબી આવ્યા હતાત્યારે અબુ ધાબીની આ જાણીતી મસ્જિદમાં ગયા હતા. તેથી મને પણ ઉત્સુકતા હતી કે આ મસ્જિદમાં એવું તે શું છે?  એકલો જાને રે એ પંક્તિને યર્થાય કરતો હોવ તેમ હું ત્યાં જવા નિકળી પડ્યોઅમારી બિલ્ડિંગના નેપાળી વોચમેને મને ત્યાં બસમાં કઈ રીતે જવાય એની માહિતી આપી હતીઅબુ ધાબીમાં સિટી બસ સર્વિસ બહુ જ સારી છેઆપણે ત્યાંની બીઆરટીએસની બસની જેમ એમાં કોઈ કન્ડકટર નથી હોતોબસમાં જાવ ત્યારે તમારે કાર્ડ પંચ કરવાનું અને ઉતરો ત્યારે પંચ કરવાનુંગમે ત્યાં જાવ માત્ર બે જ દિરહામની ટિકિટ હતી.



સિક્યોરીટીએ રોક્યો
આમ તો અજાણી જગ્યાએ જાવ તો મે કર્યું
 એવું દુસાહસ કરવું ન જોઈએખાસ કરીને પરિવાર સાથે હોય ત્યારે તો ખાસનહીંતર ગાળ ખાવી પડેકારણ કે મને નેપાળી સિક્યોરીટીવાળાએ બસ નંબર તો બરાબર જ કહ્યો હતોપરંતુ તે બસે બહુ જ દૂર ઉતાર્યોસવારના 11 વાગ્યા હતા પરંતુ અમદાવાદમાં મે મહિનામાં પડતો હોય એના કરતા પણ વધારે ગરમી મને લાગતી હતીમસ્જિદની એક ગેટમાંથી પ્રવેશ કરવાનો પ્રયત્ન કર્યો તો એક આર્મીનો જવાન મશીનગન સાથે સિક્યોરીટી ગેટમાંથી બહાર કુદયોહું તો ડરી જ ગયો પરંતુ એણે કહ્યું સલામ વાલેકુમ.. મે પણ જવાબમાં વાલેકુંમ કહ્યું પછી એને પૂછ્યું વેર ઇસ ધ ટુરીસ્ટ ગેટએણે મને દુરનો ગેટ બતાવ્યોહું એ દિશા તરફ આગળ વધ્યોરસ્તામાં વિચાર પણ આવતો હતો કે પાછો વળી જાવપરંતુ ધીમે-ધીમે આગળ વધતો રહ્યોઆખરે મેઇન ટુરીસ્ટ ગેટ પર પહોંચ્યો.



શોર્ટ અને સ્કર્ટ પહેરો તો નહિ ચાલે

એક પ્રવાસી તરીકે મસ્જિદમાં જવાનો બહુ અનુભવ નથી
અહીં પુરૂષ તેમજ સ્ત્રીઓને પરંપરાગત વસ્ત્રો પહેરવા જરૂરી છેપુરૂષોને શોર્ટ તેમજ મહિલાઓને સ્કર્ટ સાથે પ્રવેશ નથીજો કે પ્રવાસીઓ પાસે એવા વસ્ત્રો ન હોય તો એમને  અહીં વસ્ત્રો આપવામાં પણ આવે છેઘણી વિદેશી મહિલાઓ પહેલી વખત બુરખો પહેરવાનો કારણે ખુશ જણાતી હતીહું તો પેન્ટ શર્ટમાં હતો તેથી વાંધો ન આવ્યોમસ્જિદમાં જતા પહેલા અંદાજે અડધો કિલોમીટર ચાલવાનું હતુંપરંતુ એરપોર્ટ પર હોય એવા એસ્કેલેટર અહીં હતાબહાર તડકામાં રખડવાને કારણે થાક લાગ્યો હતો તેથી હું શાંતિથી એના પર ઉભો રહ્યો. પગથિયા ધીરે-ધીરે સરકતા હતા.



મફતમાં ઇ
-ગાઇડ
એસ્કેલેટરમાંથી બહાર આવતા જ મસ્જિદની ભવ્યતાનો અંદાજ આવી જાય
પ્રવાસીઓની માહિતી માટે ઇ-ગાઇડની વ્યવસ્થા પણ છેજેમાં મસ્જિદના નિર્માણથી માંડીને આર્કિટેક્ચર વિશેની માહિતી આપવામાં આવતી હતીવળી એનો કોઈ ચાર્જ પણ નહોતોમાત્ર તમારે તમારા દેશનું કોઈ આઇડી કાર્ડ ડિપોઝીટ   તરીકે આપવાનું હોય છેમે વળી ઇંગ્લિશને બદલે ઉર્દુ ઇ-ગાઇડ લીધું પણ ઉર્દુ નંબર ખબર ન હોવાને કારણે ગડબડ થઈ ગઈલગભગ દોઢેક કલાક જેટલો સમય પસાર થઈ ગયો.

શાનદાર બસ સર્વિસ
મસ્જિદની બહાર જ બસ સ્ટોપ હતું
અહીંથી જ મને મારા ઘર તરફ જવાની બસ મળશે એવી પાકી ખાતરી કરવા ફરી પાછો મસ્જિદની અંદર આવેલા હેલ્પડેસ્કને પૂછીને આવ્યોકારણ કે બસ સ્ટોપ પર હું અને કોઈ કોરિયાથી આવેલી યુવતી એમ બે જણ જ હતાબસ પણ તરત જ આવીડ્રાઇવરને મે એક બસ સ્ટોપ આવે તો મને જણાવજો એવી વિનંતી કરીપરંતુ થાકને કારણે ક્યારે ઉંધ આવી ગઈ ખબર જ ન પડીબસમાં ડ્રાઇવરે બે ત્રણ વખત એનાઉન્સમેન્ટ કરતા અચાનક ઝબકીને જાગ્યોતેમજ ફટાફટ નીચે ઉતર્યોબહારના મુસાફરોની આટલી તસ્દી લેનાર ડ્રાઇવર પ્રત્યે માન ઉપજ્યુંમેઇન બસ સ્ટોપમાં જઈને મે પ્રિન્સેસ પેલેસ કઈ બસ જશે એની માહિતી મેળવીત્યાર બાદ મારા ઘર તરફ જતી બીજી બસમાં બેસીને પાછો ફર્યો.



એક એવો પેલેસ કે જે પેલેસ કરતા પણ ભવ્યથી પણ ભવ્ય લાગે
બપોરે થાકીને સૂઇ ગયો તો સાંજ થઈ ગઈ હતી
પ્રેસિડેન્સિયલ પેલેસ જોવા માટે વધુ સમય ન હતોપરંતુ તેમ છતાં હું તુરંત ત્યાં જવા માટે નીકળ્યોટિકીટ માંગી તો ટિકિટ આપનાર મહિલાએ સલાહ આપી કે માત્ર અડધો કલાકમાં મહેલ બંધ થઈ જશેમારી પાસે બીજો વિકલ્પ નહોતોતેથી મે 60 દિરહામની ટિકિટ લીધીએક બસ અમને મહેલની નજીક લઈ ગઈપ્રેસિડેન્સિયલ પેલેસ કેમ કહે છે એ સમજાયુ નહોતુંકારણ કે અહીં કોઈ પ્રેસિડેન્ટનું નિવાસ સ્થાન નહોતુંપરંતુ સમગ્ર યુએઇનો વહિવટ અહીંથી ચાલે છેયુએઇ કેબિનેટની મીટીંગ અહીં થાય છેવળી કોઈ મહાનુભાવ યુએઇમાં આવે ત્યારે પણ એમને અહીં જ લાવવામાં આવે છેઆમ કોઈ રાજાનો મહેલ ન હોવા છતાં એ મહેલ કરતા પણ વધારે ભવ્ય છેએનો હોલડાઇનીંગ તેમજ લાયબ્રેરી જોવાનું કામ મે ઝડપથી પૂર્ણ કર્યુથોડાક જ વખતમાં અમને સિક્યોરીટીના માણસોએ પેલેસ બંધ થવાનો હોવાથી બહાર જવાની વિનંતી કરી.



લાઇટ એન્ડ સાઉન્ડ શો 
UAE નો ઇતિહાસ બતાવશે
મારા મતે જો તમારે શાંતીથી પેલેસની ભવ્યતાને જોવી હોય તો દોઢેક કલાકનો સમય હોવો જોઈએ
પરંતુ મારે બહુ અફસોસ કરવાનો એટલા માટે ન થયું કે અહીં સાંજે 7.45 વાગે લાઇટ એન્ડ સાઉન્ડ શો નું આયોજન કરવામાં આવતું હોય છેથોડાક જ સમયમાં બધી પેલેસની લાઇટ બંધ થઈ અને શો શરૂ થતાં જ જાણે પેલેસ જાણે જીવંત બની ગયો હતોલાઇટની માધ્યમથી કઈ રીતે એક તંબુમાં સાત અલગ-અલગ શેખોએ ભેગા થઈને ચર્ચા કરી અને યુએઇ અસ્તિત્વમાં આવ્યુંએની વાત સુંદર રીતે દર્શાવાઈ હતીઆમ તમે પણ જો આ પેલેસ જોવા આવો તો આ શો પણ જોઈ શકાય એ રીતે જ આવજોશો પુરો થતાં જ બસ પકડીને ઘર તરફ જવા હું નીકળ્યો.



સ્પેનના કાંદા 170
rs કિલો
પ્રેસિડેન્સિયલ પેલેસથી મારા સાઢુભાઈનું ઘર નજીક હતું
માત્ર 20 મિનિટમાં ઘરે પહોંચયા બાદ મોલમાં ગ્રોસરી ખરીદવા માટે ફરી બહાર નીકળ્યોત્યાંના મોલમાં અલગ-અલગ દેશના સામાન મળતો હતોઅહીં માત્ર કાકડી જ થાય છે તેથી મોટા ભાગની વસ્તુઓ બહારથી જ મંગાવે છેયુએઇના ભારતીયો માનીતો લુલુ હાઇપર માર્કેટમાંથી જ વસ્તુઓ ખરીદે છેપરંતુ નજીકમાં સિપ્નીસ નામનો સ્ટોર હતોતેથી અમે ત્યાં ગયાઆપણે ત્યાં કાંદા હંમેશા ન્યુઝમાં રહે છેહાલ તો કાંદાના ભાવ રૂ. 150 કિલોથી પણ વધું પહોંચી ગયો. પરંતુ સ્પેનથી આવેલા કાંદાનો ભાવ કિલોના 8.5 દિરહામ એટલે કે રૂ 170 હતોઆપણા કરતા મોટા કદના ચીનના આદુવિવિધ દેશોના ટામેટાં તથા કેન્યાની કેરીઓ પણ ત્યાં જોવા મળી હતી.

આવતા સપ્તાહની વાત
દુબઈ રણ પ્રદેશ છે
અહીં પાણી અને પેટ્રોલ બન્નેની કિંમત એક સરખી તેમ છતાં અહીં 72,000 સ્કેવર મીટરમાં ફેલાયેલો વિશ્વનો સૌથી મોટો ફુલોનો બગીચો છેછે ને ચમત્કારઆવા મિરેકલ ગાર્ડન તેમજ ડેઝર્ટ સફારીની મુલાકાતે તમને પાંડે લઈ જશેજેમાં કરજો ઉંટ પર સવારી અને માણો બેલે ડાન્સ

travel news dubai