તૈયાર થઈ જાઓ IRCTC કરાવી રહી છે સસ્તામાં શ્રીલંકાનો પ્રવાસ

27 May, 2019 03:19 PM IST  | 

તૈયાર થઈ જાઓ IRCTC કરાવી રહી છે સસ્તામાં શ્રીલંકાનો પ્રવાસ

IRCTC

ફરવાનો શોખ કોને નથી હોતો અને પાછા ગુજરાતીઓ તો ફરવામાં સૌથી આગળ. જુદી-જુદી જગ્યાએ ફરવાનો અને જગ્યાનો અનુભવ લેવાનું ગુજરાતીઓને ઘણું ગમે છે. ત્યારે આજે આપણે વાત કરીએ છીએ શ્રીલંકા વિશે. ભારતનો પાડોશી દેશ શ્રીલંકા સુંદરતામાં આગળ છે. જો તમારું ઈન્ટરનેશનલ ટ્રિપ સપનું હજી સુધી પૂરુ નથી થયું તો IRCTCની શ્રીલંકા પેકેજની ઑફર તમારે ઝડપી લેવી જોઈએ. IRCTCના છ દિવસના શ્રીલંકા પેકેજમાં નેગોમ્બો, કાંડી, નુવારા એલિયા અને કોલોમ્બો સામેલ છે. તેમાં દિલ્હીથી ઈકૉનોમી ક્લાસ એર ટ્રાવેલ સામેલ કરવામાં આવ્યું છે. સાથે જ 31મેથી ટ્રિપની શરૂઆત થશે.

વિગતો

IRCTCના આ પેકેજનું નામ શ્રી રામાયણ યાત્રા છે. પેકેજની વિગતો આ મુજબ છે.

દિવસ 1 - દિલ્હીથી નેગોમ્બોની ફ્લાઈટ અને હોટેલમાં ચેક-ઈન થશે.

દિવ્સ 2 - હોટેલમાં બ્રેકફાસ્ટ બાદ કાંડીની મુલાકાત. ત્યાં મુન્નેશ્વરમ અને મુનાવરી મંદિરની મુલાકાત, લોકલ સાઈટસીઈંગ, હોટેલમાં ચેક-ઈન અને ડિનર લેવામાં આવશે.

દિવસ 3 - હોટેલમાં નાસ્તો, ચેક-આઉટ અને પછી નુવારા એલિયાની મુલાકાત. સાઈટસીઈંગ અને લંચ.દિવસના બાકી ભાગમાં પોપ્યુલર સ્થાનિક સ્થળોની મુલાકાત. હોટેલમાં ચેક-ઈન અને ડિનર થશે.

દિવસ 4 - હોટેલમાં નાસ્તો અને નવારા એલિયાનું સાઈટ સીઈંગ. ત્યાર પછી ટૂરિસ્ટને દિવુરુમપોલા મંદિરે લઈ જવામાં આવશે. એવું મનાય છે કે અહીં સીતાજીએ અગ્નિ પરીક્ષા આપી હતી. મહેમાનો ત્યાર બાદ લંચ લેશે અને પછી વધુ સ્થળોની મુલાકાત લેશે. ત્યાર પછી ગ્રેગરી લેકની સાંજે મુલાકાત લઈને હોટેલ પાછા ફરવાનું રહેશે.

દિવસ 5 - સવારે વહેલા નાસ્તો કરી કોલંબો તરફ પ્રસ્થાન. પિન્નાવાલા પહોંચીને તમને ત્યાંનો ફૅમસ શૉ જોવા મળશે. ત્યાર પછી લંચ અને કૉલમ્બોની લોકલ સિટી ટૂર. કોલંબોની હોટેલમાં ચેક-ઈન.

દિવસ 6 - હોટેલમાં બ્રેકફાસ્ટ અને પછી એરપોર્ટ તરફ પ્રસ્થાન. કોલંબોની દિલ્હીની ફ્લાઈટ.

આ પણ વાંચો : મિલાન : જાણો કેમ અહીંની ચર્ચ છે ઐતિહાસિક?

થશે આટલો ખર્ચ

જો તમે એકલા જશો તો તમને ટ્રિપનો ખર્ચો 61,000 રૂપિયા જેટલો આવશે. જો બે જણ જશો તો 47,500 રૂપિયાનો ખર્ચ થશે. ત્રણ જણમાં 46,550 રૂપિયા જેટલો ખર્ચ થશે. જો સાથે 2થી 11 વર્ષનું બાળક હોય તો બેડ સાથે 33,450 રૂપિયા જેટલો ખર્ચ થશે. જો એક્સ્ટ્રા બેડ ન જોઈતો હોય તો 2-11 વર્ષના બાળકનો 31,500 રૂપિયા જેટલો ખર્ચ આવશે.

travel news sri lanka