મુંબઇ નજીક વિકેન્ડમાં ફરવા જવા માટે સુંદર સ્થળ એટલે ‘એલિફન્ટાની ગુફાઓ’

08 June, 2019 03:48 PM IST  |  મુંબઈ | ઉમેશ દેશપાંડે

મુંબઇ નજીક વિકેન્ડમાં ફરવા જવા માટે સુંદર સ્થળ એટલે ‘એલિફન્ટાની ગુફાઓ’

એલિફન્ટાની ગુફાઓ (PC : Vikas Kalal)

ઘણી વખત થાય કે આટલા વર્ષથી મુંબઈમાં છું તેમ છતાં મુંબઈ જોયું  નથી. આવું  કંઈક લાગ્યું જ્યારે પહેલી વખત મુંબઈથી સાત માઇલ દૂર આવેલા એલિફન્ટાની ગુફાઓ જોવા ગયો. મહારાષ્ટ્ર ટુરીઝમ ડિપાર્ટમેન્ટ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા શિવના ત્રણ અલગ-અલગ મુદ્રાવાળા શિલ્પ તો વર્ષોથી જોતો આવ્યો છું. પરંતુ પહેલી વખત જ્યારે ગેટ વે ઓફ ઇન્ડિયાથી ફેરી બોટમાં બેસીને ધારાપુરી ગામમાં આવેલી ગુફાઓ જોવા ગયો ત્યારે ખબર પડી કે  સુપ્રસિદ્ધ શિલ્પ જે ખરેખર જોવા જેવી છે.

નજીકના સ્થળે ફરવા જવા માટે સુંદર જગ્યા
વેકેશન  પુરૂ થવાની તૈયારી હતી. તેથી સ્કુલો શરૂ થાય તે પહેલા નજીકના કોઈ સ્થળે જવાનો વિચાર કર્યો. એવામાં પેપરમાં એલિફન્ટા ફેસ્ટીવલ વિશે વાંચીને પત્નીએ ત્યાં જઈએ. એવું સૂચન કર્યુ. પત્ની તો ત્યાં જઈ આવી હતી. પરંતુ મારો ત્યાં જવાનો કોઈ મેળ પડ્યો ન હતો. વળી આમ પણ મને આવી  કોઈ ઐતિહાસિક સ્થળો વધુ ગમે છે. તેથી મે હા પાડી દિધી.


શનિવારે સાંજે ગેટ વે ઓફ ઇન્ડિયા પર સૂફી ગાયક કૈલાશ ખેરનો કાર્યક્રમ હતો. જેમાં તેણે પોતાના સુપ્રસિદ્ધ કૈલાશા બેન્ડના ગીતો રજૂ કરી મજા-મજા કરાવી દિધી. વિખ્યાત તાજ હોટેલની સામે આયોજીત આ કાર્યક્રમ ખરેખર માણવા લાયક બન્યો બાહુબલીનું ‘જયજય કારા જયજય કારા સ્વામી દેના સાથ હમારા’ થી શરૂ કરીને ‘અલ્લાહ કે બંદે હસ દે’ ... કે પછી ‘બમબમ ભમકના ગીતોથી ત્યાં હાજર તમામને ડોલાવ્યા.


બે દિવસના એલિફન્ટા ફેસ્ટીવલની શરૂઆત તો સારી થઈ હતી. પણ સામાન્ય રીતે સરકાર આવા સુંદર  કાર્યક્રમની સરખી પ્રસિદ્ધી  ન કરે. તેથી લોકોને વિશે માહિતી  ન મળે. 4 વર્ષ પહેલા મને યાદ છે. ગીરમાં સિંહની વસ્તી ગણતરીનો સરકારી કાર્યક્રમ હતો. હું પણ અનાયાસે  ધારીમાં મારા એક સગાને ત્યાં રજા ગાળવા માટે પહોંચયો હતો. મે મહિનાની ગરમીને કારણે પત્નીએ ના પાડી તો એકલો  ગયો. પરંતુએ સમગ્ર પ્રવાસ યાદગાર હતો. કેવી રીતે સિંહની વસ્તી ગણતરી થાય છે એની જાણકારી મળી. એલિફન્ટા ફેસ્ટીવલની પબ્લીક રિલેશનનું કામકાજ સંભાળનાર મારા એક પત્રકાર મિત્રએ મને કહ્યું કે આવતી કાલે ધારાપુરી ગામમાં બપોર બાદ થનારા એલિફન્ટા ફેસ્ટીવલ માટે તમામ પત્રકારોને લઈ જવાના છે. જેના પાસ પણ મને એણે આપ્યા. પરંતુ બપોર બોટમાં તડકામાં હેરાન થઈ જવાશે એવી એની સલાહને કારણે અમે સવારે 10 વાગે  ગેટ વે ઓફ ઇન્ડિયાથી ફેરી બોટમાં બેસીને ત્યાં જવા નીકળ્યા. ત્યાં પહોંચતા બોટને એક કલાક લાગે છે. તેમજ ફેરી બોટ વ્યક્તિ દિઠ 200 રૂપિયા ચાર્જ લે છે.


બોટમાં બેસતાની સાથે  મારી દિકરીએ ઉલટી કરવાનું શરૂ કર્યુ. જો કે પરિસ્થતી બહુ વણસી નહીં. એલિફન્ટા આ નામ પોટુગીઝોએ આપેલું છે. કારણ કે અહીં એક વિશાળ હાથીનું શિલ્પ હતુ. જેને હાલ અહીંથી હટાવીને મુંબઈના રાણી વિક્ટોરીયા બાગમાં બેસાડવામાં આવ્યું છે. સ્થાનિક લોકો આ ટાપુની ઘારાપુરી તરીકે ઓળખાવે છે. આ ટાપુ પર કુલ 130 બુદ્ધ, હિંદુ અને જૈન ધર્મના વિવિધ શિલ્પો કંડારવામાં આવ્યાં છે. ઈસવીસન પૂર્વે ત્રીજી સદી બાદ આ ગુફાઓ બનેલી હોવાની માહિતી છે. 4.5 માઇલ વિસ્તારમાં અહીં કુલ બે ટાપુઓ આવેલા છે. જેની ટેકરીઓની મહત્તમ ઉંચાઈ સમુદ્રની સપાટીથી 568 ફુટ છે.


એક કલાકની બોટની સફર બાદ અમે ટાપુ પર પહોંચયા. જ્યાં એક નાનકડી ટ્રેન પણ છે. જે ગુફાના પગથિયા સુધી લઈ જાય છે. એમાં પણ ટિકિટ કાઢીને બેઠાં. આજ મજા છે. બોટમાં અને મિની ટ્રેનમાં બેસવાનું. મારી પત્નીએ માહિતી આપી. જો કે ખાલી ફરવા  આવવા માંગતા હોય એમના માટે આ વાત સાચી પણ હોય. પગથિયા શરૂ થાય એ પહેલા  એક બીયર બાર પર પણ મારી નજર પડી. મને થયું કે ગુજરાતથી આવતા પ્રવાસીઓ તો ઉપર જાય  નહીં. વાંદરાઓને ખાવાનું આપશો નહીં એવી સૂચના પણ ત્યાં ઠેર-ઠેર મુકી હતી. પરંતુ સૂચના નો અમલ કોઈ કરતા નહોતા. જો કોઈ સીનિયર સિટીઝનને ટેકરી ચડવામાંમુશ્કેલી હોય તો ત્યાં ડોલીની પણ વ્યવસ્થા હતી. જો કે મે કોઈને એનો ઉપયોગ કરતા જોયા નહીં. 20 એક મિનિટમાં  અમે ટેકરીની ટોચ પર પહોંચી ગયા. સારૂ થયું સવારે  અહીં આવી ગયા. એવું ગુફામાં પહોંચતા  અમને લાગ્યુ. રવિવારની રજા અને વેકેશનને કારણે મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીં આવ્યાં હતા. જો કે ભાગ્યે  કોઈને એલિફન્ટા ફેસ્ટીવલ વિશે માહિતી હતી. ટેકરી પર ચઢીને જે પહેલી ગુફા આવે છે તે સૌથી મહત્વની છે. આ ગુફામાં  થાંભલાઓની હારમાળા છે. શરૂઆતમાં  નટરાજની ખંડીત થયેલી મુર્તી છે. અહીં લોકોને માહિતી આપતો ગાઇડ પ્રવાસીને એવું કહેતો હતો કે પોટુર્ગીઝોએ   મુર્તીને તોડી કાઢી હતી. આ ગુફામાં શિવ પાર્વતીના લગ્ન, ગંગાને માથા પર ધારણ કરેલા શિવ, તેમજ શિવના ત્રણ રૂપવાળું શિલ્પ છે. વળી તેની બાજુમાં  અર્ધનારેશ્વર શિવ પણ છે.


અહીં વરંડામાં એક વિશાળ પાણીનો સંગ્રહ કરવા માટે ટાંકી પણ બનાવવામાં આવી છે. કોણે આ શિલ્પો બનાવ્યા છે. એ વિશે ઘણી દંતકથાઓ છે. ભારે ગરમીના કારણે હાલત ખરાબ થતી હતી. જો કે હું એકલો જપાછળ આવેલી ગુફાઓને જોવા માટે પણ ગયો. એક ગુફાની બહાર મોડી સાંજે આયોજીત થનાર કાર્યક્રમની તૈયારીઓ માટે મંડપ ગોઠવવાનું કામ ચાલતું હતું. જ્યાં ગાયક કલાકાર રાહુલ દેશપાંડેસ્વપનિલબાંદોડકર અને પ્રિયંકા બર્વે સાથે જાણીતા પેઇન્ટર વાસુદેવ કામત પણ પોતાની કલાનું પ્રદર્શન કરવાના હતા. મને આ કાર્યક્રમ જોવાની લાલચ થઈ આવી. જો કે હજૂ તો બપોરનો એક વાગ્યો હતો. મારા ઘરના સભ્યોઓએ કહ્યુ અમે તો ઘરે જઈએ છીએ. મે અહીં રોકાવાનુ નક્કી કર્યુ. નજીકમાં આવેલી એમટીડીસીની હોટેલમાં  કાર્યક્રમમાં આવનારા પત્રકારો માટે વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્યાં હું એકલો  હતો.


બોટ પરથી ઉતર્યો કે રસ્તામાં એક સ્થાનિક ફેરીયાએ કહ્યું કે એક વર્ષ પહેલા  અહીં લાઈટ આવી. મને થોડુંક આશ્ચર્ય થયું કારણ કે એક તરફ ચકાચોંધ કરતું મુંબઈ અને તેને અડીને આવેલા વલ્ર્ડ હેરીટેજ ટુરિસ્ટસ્પોટ પર લાઈટ પણ નહોતી. જો કે અહી એમટીડીસીની હોટેલમાં એક ડિઝલ જનરેટર હતું. જે દરરોજ બે કલાક માટે ગામલોકોને લાઈટ આપતું. મોદી સરકારને કારણે  અમારે ત્યાં લાઈટ આવી એમ ત્યાં કામ કરનારા વેઇટરે મને કહ્યું. તપાસ કરતા ખબર પડી કે નજીકના બેલાપુરમાંથી દરિયામાં 7.5 કિલોમીટર લાંબો કેબલ નાંખીને અહીં પાવર સપ્લાય પહોંચાડવામાં આવ્યો હતો. દેશમાં આ સૌથી લાંબો કેબલ છે. જેમાં 25 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો.


મારી જેમ  ઔરંગાબાદની ફાઇન આર્ટસ કોલેજમાંથી બે પ્રોફેસર અને એમનો એક સ્ટુડન્ટ્સ પણ વહેલો આવી ગયો હતો. એમની સાથે બેસીને દેશના વિવિધ શિલ્પકાર અને પેઇન્ટરોની વાત સાંભળી. અહીં મોબાઈલ નેટવર્ક મળતું નથી. તેથી વાત કરવી હોય તો જ્યાં કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. ત્યાં ટેકરી પર જવું પડે. તેથી હું પણ ત્યાં ગયો. ફોન કર્યો તો ખબર પડી કે પત્રકારો અને કલાકારોને લઈને આવનારી ફેરી બોટ હજૂ ઉપડી  નહોતી. ભારે ગરમીએ મારા ઉત્સાહને પણ ઘટાડી કાઢ્યો હતો. મે પણ ઘરે પરત જવાનો નિર્ણય કર્યો. બીજા દિવસે પેપરમાં રાજ્યના ટુરિસ્ટ મિનિસ્ટરે ગેટ વે ઓફ ઇન્ડિયાથીએલિફન્ટા જવા માટે રોપ વે શરૂ કરાશે એવી જાહેરાત સાંભળી. જો કે મને એના કરતા વધુ આનંદ હું જેમની સાથે એમટીડીસીની હોટેલમાં બેઠો હતો તે પ્રોફેસરનો એક શિલ્પનું પેઇન્ટિંગ કરતા ફોટો જોઈને વધુ સારુ લાગ્યું.

mumbai news mumbai travel travel news