ચાલો ફરવાઃ કસાર દેવી મુક્તેશ્વર રોડ ટ્રિપ પ્લાન કરતા પહેલા આ અચૂક વાંચો, કારણકે...

12 May, 2023 03:12 PM IST  |  Mumbai | Dharmishtha Patel

મુક્તેશ્વર અને કસાર દેવીની ટ્રિપ પ્લાન કરવી હોય તો શું કરવાનું તેની બધી જ વિગતો મળી શકશે આ આર્ટિકલમાંથી...

મુક્તેશ્વરની રોડ ટ્રિપ તમે ક્યારે પ્લાન કરો છો? - તસવીર - ધર્મિષ્ઠા પટેલ

કસાર દેવી અને મુક્તેશ્વર એક આધ્યાત્મિક જગ્યા હોવાની સાથે હિલ સ્ટેશન પણ છે. જેના કારણે ત્યાંનું વાતાવરણ અને હરિયાળી મન મોહી લે છે. આ જ કારણ છે કે કોઈ પણ સમયે તેની મુલાકાત લેનાર ક્યારેય નિરાશ નથી થતા. જો કે પહાડી વિસ્તાર છે એટલે ચોમાસામાં જવું અને એ રોડ પરથી પસાર થવું જોખમ ભર્યુ સાબિત થતું હોય છે. ત્યારે ઉત્તરાખંડના આ સ્થળોની મુલાકાત ક્યારે લેવી જોઈએ? કેવી રીતે ત્યાં પહોંચી શકાય? એ તમામ સવાલોના જવાબ મેં અહીં આપવાના પ્રયાસ કર્યા છે.

જુઓ તસવીરોઃ ચાલો ફરવાઃ આ છે ગેટ વે ઑફ કુમાઉ, જેને મુગલો ક્યારેય ન જીતી શક્યા 

1. કેવી રીતે પહોંચી શકાય ?

નજીકનું એરપોર્ટ  પંતનગર છે. જ્યાંથી મુક્તેશ્વર 90 કિમી અને કસાર દેવી 124 કિમી પર સ્થિત છે. જ્યારે અલમોરા 116 કિમી પર સ્થિત છે. સૌથી નજીકનું રેલવે સ્ટેશન કઠગોડામ છે. જ્યાંથી મુક્તેશ્વર 60 કિમી, કસાર દેવી 98 અને અલમોરા 90 કિમી પર છે. જ્યારે બાય રોડ પણ અહીં પહોંચી શકાય છે. દિલ્હી આઈએસબીટી આનંદ વિહારથી અલમોરાની બસ મળી જશે. આ સિવાય કઠગોડામ, હલ્દવાનીથી પણ અલમોરા માટે બસની સુવિધા છે. ત્યાંથી તમે પ્રાઈવેટ વાહન કે શેરિંગથી આ સ્થળોએ પહોંચી શકો છો. કઠગોડામથી પ્રાઈવેટ વાહન મુક્તેશ્વર માટે મળી રહે છે. આ સિવાય હલ્દવાનીથી ટુ વ્હીકલ પણ ભાડે કરી આ પ્રવાસ કરી શકો છો.

જુઓ તસવીરોઃ ચાલો ફરવાઃ પાંચ હજાર વર્ષ કરતા પણ વધારે જૂનું છે આ શિવ મંદિર, જાણો શું છે મહત્વ

3. મુક્તેશ્વર અને કસાર દેવીમાં કરવા જેવી એક્ટિવીટી કઈ છે ?

મુક્તેશ્વરમાં મંદિરના દર્શન. ચૌલી કી જાલી, ઝીરો પોઈન્ટની મુલાકાત અને હિલ સ્ટેશનની સુંદરતાને માણવાની સાથે અહીં રોક ક્લાઈમ્બિંગ, રેપલીંગ, જેવી અનેક એક્ટિવીટી કરી શકાય છે. જ્યારે કસાર દેવી મેડિટેશન માટે બેસ્ટ જગ્યા છે.

જુઓ તસવીરોઃ  નૈનીતાલ જિલ્લાથી અલગ થયેલ આ શહેર તામ્રનગરી તરીકે પણ ઓળખાય છે - મુક્તેશ્વર ભાગ 3

4. મુક્તેશ્વર અને કસાર દેવી પ્રવાસ દરમિયાન કયા કયા જોવા લાયક સ્થળો આવરી લેવાય?

મુક્તેશ્વર નૈનિતાલથી 50 કિમીના અંતર પર છે. જેથી તમે નૈનિતાલની પણ મુલાકાત લઈ શકો છે. જ્યારે રામગઢ મુક્તેશ્વરથી 25 કિમી પર છે. તમે તેમની સુંદરતાને પણ નિહાળી શકો છે. જો તમે કઠગોડામથી બાય રોડ પોતાના વાહનથી મુક્તેશ્વર આવી રહ્યા છો તો માર્ગમાં આવતા ભીમતાલ તથા પહાડી માર્ગોનો આનંદ લઈ શકો છે. આ ઉપરાંત મુક્તેશ્વરથી થોડાક અંતર પર સ્થિત ધનચુલી યા ધનચૌલીની મુલાકાત લઈ શકાય. જ્યાંથી સુંદર હિમાલયન રેન્જનો નજારો જોવા મળે છે. તેમજ બિન્સર વાઈલ્ડ લાઈફ સેન્ચ્યૂરી જે કસાર દેવીની નજીક છે. તેની મુલાકાત લઈ શકાય છે. તેમજ મુક્તેશ્વરથી કસાર દેવી જતા માર્ગમાં અલમોરા આવે છે. જેથી અલમોરામાં એક દિવસ રોકાણ કરી તેને એક્સપ્લોર કરવું જોઈએ.

5. બેસ્ટ સિઝન કઈ છે?

ઉનાળો અને ચોમાસા પછીનો સમય મુલાકાત માટે બેસ્ટ મનાય છે. આ સિવાય કસાર દેવી મેળો જે હિન્દુ કેલેન્ડર મુજબ કાર્તિક પૂર્ણિમા સમયે ભરાતો હોય છે. ઈચ્છો તો તે પણ માણી શકો છો.

6. કેટલા દિવસની ટ્રિપ પ્લાન કરવી જોઈએ?

આ ટ્રિપ તમે 4થી 6 દિવસ માટે પ્લાન કરી શકો છો. કઠગોડામથી મુક્તેશ્વર અને કસાર દેવી 3થી 4 દિવસની ટ્રિપ છે. જો તમે આ બે સ્થળ ઉપરાંત બિન્સર, નૈનિતાલ, રામગઢ અને મુન્સ્યારી પણ સાથે સાથે ફરવા માંગો છો, તો આ ટ્રિપ 6 દિવસની થશે. જેથી તમે દરેક સ્થળને એક દિવસ આપી આરામથી માણી શકશો છો.

travelogue chalo farava travel news dehradun life and style