આજથી શરૂ થઈ ચારધામ યાત્રા, આયોજન કરતા પહેલા રાખો આટલું ધ્યાન

09 May, 2019 12:40 PM IST  |  મુંબઈ

આજથી શરૂ થઈ ચારધામ યાત્રા, આયોજન કરતા પહેલા રાખો આટલું ધ્યાન

ચારધામ

ચારધામ યાત્રા આ વર્ષથી શરૂ થવાની છે અને શ્રદ્ધાળુઓમાં ઉત્સાહ પ્રવર્તી ગયો છે. આ યાત્રા દેશની ચાર પવિત્ર નદીઓ યમુના, ગંગા, મંદાકિની અને અલકનંદાની યાત્રા છે. આ નદીઓમાં યમુનોત્રી, ગંગોત્રી, કેદારનાથ અને બદ્રીનાથ આગળથી ખળખળ વહેતી આગળ વધે છે.

યાત્રીઓ પોતાની આદ્યાત્મિક યાત્રા પૂર્ણ કરવા આ ચારેય સ્થળની મુલાકાત લે છે. એવુ મનાય છે કે ચારધામની યાત્રા જન્મ મૃત્યુના ચક્કરમાંથી વ્યક્તિને છૂટકારો અપાવી દે છે. દરેક હિન્દુની ઈચ્છા હોય કે જીવનમાં વખત ચાર ધામની યાત્રા કરવાની તક મળે છે. ચાર ધામની યાત્રા માતા-પિતાને કરાવવું પુણ્યનું કામ હોય છે.

ઉત્તરાખંડ ટૂરિઝ્મે ચારધામનું શિડ્યુલ બહાર પાડ્યું છે. આ શિડ્યુલ મુજબ યમુનોત્રીની યાત્રા 7મે ગંગોત્રી, કેદારનાથ 9 મે અને બદ્રીનાથ 10 મેથી શરૂ થશે. ચારે જગ્યાનું હિન્દુ ધર્મમાં આગવું મહત્વ છે. યમુનોત્રી માતા યમુનાનું ઉદ્વવ સ્થાન છે. ગંગોત્રીમાંથી ગંગા નદી ઉદ્વવે છે. કેદારનાથ શિવજીનું નિવાસસ્થાન છે જ્યારે બદ્રીનાથ વિષ્ણુ ભગવાનને સમર્પિત યાત્રા ધામ છે.

યાત્રા ઘણી મુશ્કેલ

ચાર ધામના આ ચારેય ધામ ખૂબ જ ઊંચાણવાળા વિસ્તારમાં આવેલા છે. આથી મે મહિનો ચારધામની મુલાકાત માટે આદર્શ સમય છે. આ સમયે અહીં બરફ પીગળી જાય છે અને સુરક્ષિત ચઢાણ માટે રસ્તા બનાવી દેવાય છે. જોકે યાત્રીઓએ એ વાત હંમેશા યાદ રાખવી જોઈએ કે આ યાત્રા ઘણી મુશ્કેલ છે.

આ પણ વાંચો : જુઓ ગુજરાતની આ જગ્યાની મુલાકાત લેવા આખી દુનિયામાંથી લોકો આવે છે

આવી રીતે યોજના બનાવો

આ ટ્રિપની સૌથી યાદગાર વાત એ છે કે તમે પશ્ચિમથી શરૂ કરો અને પૂર્વમાં પહોંચો. યાત્રા પૂરી કરવાનો ક્રમ છે. યમુનોત્રી, ગંગોત્રી, કેદારનાથ અને બદ્રીનાથ.

mumbai travel news